કાશ્મીરઃ ટેરર ફંડિંગ મામલામાં રાષ્ટ્રીય તપાસ એજન્સીએ રવિવારે સવારે ઉત્તર કાશ્મીરના બારામુલ્લામાં દરોડા પાડ઼્યા હતા. એનઆઇએ અહીં  ચાર સ્થળો પર દરોડા પાડ્યા હતા. સીઆરપીએપ અને સ્થાનિક પોલીસની મદદથી એનઆઇએ અહી દરોડા પાડ્યા હતા. હવાલા નેટવર્ક અને પાકિસ્તાનથી ટેરર ફંડિંગના કાવતરામાં સામેલ  હોવાની શંકાના આધારે એનઆઇએ છેલ્લા કેટલાક દિવસથી સતત કાશ્મીરમાં અલગ અલગ સ્થળો પર દરોડા પાડી રહી છે.એનઆઇએ આ અગાઉ 23 જૂલાઇના  રોજ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સ્થિત કેલર વિસ્તારમાં બિઝનેસમેન ગુલામ અહમદ વાનીના ઘર પર દરોડા પાડ્યા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રોસ એલઓસી ટ્રેડનું કામ કરવાની શંકામાં વાની પર હવાલા નેટવર્ક અને પાકિસ્તાન પાસેથી ટેરર ફંડિગના કાવતરામાં સામેલ હોવાના શંકાના આધારે આ દરોડા પાડવામાં આવ્યા હતા.


નોંધનીય છે કે એનઆઇએ જમાત –ઉદ-દાવા, દુખતારન-એ-મિલ્લત, લશ્કર-એ-તૌઇબા, મુઝાહિદ્દાન અને કાશ્મીરના અન્ય આતંકી સંગઠનો વિરુદ્ધ ફંડ એકઠુ કરવા મામલાને લઇને 20 મે 2017માં એક દાખલ કર્યો હતો. એનઆઇએએ 13 આરોપીઓ પર આ સંદર્ભમાં એફઆઇઆર દાખલ કરી છે. જેમાં અલગાવવાદી નેતા, હવાલા બિઝનેસમેન અને પથ્થરબાજ  સામેલ છે.

નોંધનીય છે કે ગયા મહિને એનઆઇએ દાવો કર્યો હતો કે કાશ્મીર ઘાટીમાં અલગાવવાદી ગતિવિધિઓને પ્રોત્સાહન આપવા માટ પાકિસ્તાન તરફથી ટેરર ફંડિગ થઇ રહી છે. હુરિયત કોન્ફન્સ અને અનેક અન્ય અલગાવવાદી નેતાઓને પૂછપરછ બાદ એનઆઇએ દાવો કર્યો હતો. એનઆઇએના મતે મુસ્લિમ લીગ નેતા મસર્રત આલમે અધિકારીઓને જણાવ્યું કે, પાકિસ્તાન સમર્થિત એજન્ટ વિદેશથી પૈસા એકઠા કરે છે અને હવાલા ઓપરેટર્સ મારફતે તેને કાશ્મીરમાં મોકલે છે.