નવી દિલ્લી: બુધવારે નેશનલ ઈન્વેસ્ટીગેટીવ એજન્સી (NIA)એ હૈદરાબાદમાંથી આતંકી સંગઠન ISISના 11 સંદિગ્ધ શખ્સોને હિરાસતમાં લીધા છે. અધિકારીઓને મળેલી બાતમી અનુસાર આ 11 લોકો હૈદરાબાદમાં હુમલો કરવાનો પ્લાન બનાવી રહ્યા હતા.


આ શંકાસ્પદ યુવકો પાસેથી કેટલાક વિસ્ફોટકો, હથિયારો અને 15 લાખ રૂપિયા મળી આવ્યા છે. પોલીસ આ શખ્સોના બેકગ્રાઉન્ડ અંગે માહિતી મેળવવા તપાસ કરી રહી છે.

ઈંટેલિજંસના એક વરિષ્ઠ અધિકારીએ જાણકારી આપતા જણાવ્યું કે, એનઆઈએ દ્વારા હૈદરાબાદના ઓલ્ડ સિટીમાં ત્રણ-ચાર જગ્યાઓએ રેડ પાડવામાં આવી છે. આતંકવાદી પ્રવૃત્તિઓ થતી હોવાની શંકાના આધારે આ રેડ પાડવામાં આવી છે.

મહિતી છે કે આ પકડાયેલા શખ્સો ISISના સિરિયામાં રહેલા હેંડલર્સ સાથે સંપર્કમાં હતા અને ત્યાંથી ફંડ પણ મેળવતા હતા. તમામ 11 શખ્સો હાલ એનઆઈએના કબ્જામાં છે.