Coronavirus: કોરોના વાયરસના ઘટી રહેલા મામલાને જોતાં કર્ણાટક સરકારે શનિવારથી રાજ્યમાં કોરોના પ્રતિબંધોમાં ઢીલ આપી છે. આ ઉપરાંત રાજ્ય સરકારે 31 જાન્યુઆરીથી રાત્રિ કર્ફયૂ ખતમ કરવાનો ફેંસલો લીધો છે. રાજધાની બેંગલુરુમાં સોમવારે તમામ સ્કૂલો ફરીથી ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સરકારે સ્કૂલોમાં કોરોના વાયરસ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવામાં આવશે તેમ જણાવ્યું છે.
આ ઉપરાંત હોટલ, પબ, બાર, જીમને 50 ટકા ક્ષમતા સાથે ખોલવામાં આવશે. હાલ સિનેમા હોલ સંપૂર્ણ બંધ રહેશે. લગ્ન સમારોહોમાં 300 લોકો સામેલ થઈ શકશે. સરકારી ઓફિસો 100 ટકા ક્ષમતા સાથે કામ કરશે. મંદિરમાં પૂજા પણ થઈ શકશે. ધાર્મિક, સામાજિક, રાજકીય મેળાવડાઓ બંધ રહેશે. ગોવા, કેરળ અને મહારાષ્ટ્રથી આવનારા લોકોએ કોરોના ટેસ્ટનું નેગેટિવ સર્ટિફિકેટ બતાવવું પડશે.
કર્ણાટકમાં હાલ 2.88 લાખ એક્ટિવ કેસ છે, જેમાંથી 5477 લોકો હોસ્પિટલમાં દાખલ છે. રાજ્યમાં કોરોના દર્દીનો હોસ્પિટલમાં ભરતી થવાનો દલ 1.90 ટકા છે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2 લાખ 35 હજાર 532 નવા કેસ નોંધાયા છે અને 871 લોકોના મોત થયા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે ઘટીને 13.39 ટકા પર આવી ગયો છે. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 20,04,333 થઇ ગઇ છે. તે સિવાય છેલ્લા 24 કલાકમાં 3,35,939 કોરોનાના દર્દીઓ સ્વસ્થ થયા છે. તે સિવાય અત્યાર સુધીમા 1,65,04,87,260 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ અનુસાર દેશમાં હજુ એક્ટિવ કેસની સંખ્યા વધીને 20 લાખ ચાર હજાર 333 થઇ ગઇ છે. જ્યારે કોરોનાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 93 હજાર 198 થઇ ગઇ છે. આંકડાઓ અનુસાર ગઇકાલે ત્રણ લાખ 35 હજાર 939 લોકો સ્વસ્થ થયા હતા. ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 83 લાખ 60 હજાર 710 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે.
અત્યાર સુધીમાં કોરોનાની રસીના 165 કરોડથી વધુ ડોઝ અપાઇ ચૂક્યા છે. ગઇકાલે 56 લાખ 72 હજાર 766 ડોઝ આપવામાં આવ્યા છે ત્યારબાદ અત્યાર સુધીમાં વેક્સિનની 165 કરોડ ચાર લાખ 87 હજાર 260 ડોઝ અપાઇ ચૂકી છે.