ચંદીગઢ: કોરોના વાયરસની મહામારીને લઈને આજની પંજાબમાં નાઈટ કર્ફ્યૂ લાગુ થશે. રાજ્યના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે ગુરૂવારે તેની જાહેરાત કરી હતી. રાજ્યમાં સાંજના સાત વાગ્યાથી લઈને સવારના પાંચ વાગ્યા સુધી રાજ્યના તમામ 167 શહેરોમાં નાઈટ કર્ફ્યૂ લાગુ થશે. વીકેન્ડ લોકડાઉનને પણ 31 ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે.


આ સાથે જ મુખ્યમંત્રી કાર્યાલયે જાણકારી આપી હતી કે મુખ્યમંત્રીએ 31 ઓગસ્ટ સુધી રાજ્યભરમાં યોજાનારા લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કારને બાદ કરતા તમામ પ્રકારના અન્ય સમારોહ પર પ્રતિબંધ લગાવવાનો આદેશ કર્યો છે. સરકારી અને પ્રાઈવેટ કાર્યાલયમાં આ મહિનાના અંત સુધી 50 ટકાની ક્ષમતા સાથે કામ કરવામાં આવશે.

મુખ્યમંત્રીએ સ્વાસ્થ્ય વિભાગને કહ્યું છે કે અભિયાન ચલાવીને લોકોને કોરોના સંક્રમણથી બચવા માટે જાગૃત કરવામાં આવે. તેમણે કહ્યું કે જરૂર પડશે તો પહેલાંની માફક ફરીથી લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.