પુણે: મહારાષ્ટ્રના પુણેમાં એક નિર્માણાધિન ઈમારતનો એક ભાગ પડવાની દુર્ઘટનામાં નવ મજૂરોના મોત થયા છે જ્યારે 10થી વધુ ઘાયલ થયા છે.


ઈમારતના 14માં માળે કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ઈમારતનો એક ભાગ પડી ગયો હતો. જેની સાથે મજૂરો પણ નીચે પડ્યા હતા. અને નવ લોકોના મોત થયા છે.

સૌથી દુખદ વાત એ છે કે આટલી મોટી ઈમારતમાં નિર્માણનું કામ ચાલી રહ્યું હતું. પણ મજૂરો માટે સુરક્ષાની વ્યવસ્થા નહોતી. જેના કારણે આ દુર્ઘટનામાં આટલી મોટી જાનહાનિ થઈ હતી.

હાદસા બાદ ઘટનાસ્થળે રાહત-બચાવ કાર્યો માટે ટીમો પહોંચી ગઈ છે. સ્થાનિય મેયર પ્રશાંત જગપાત અને કમિશ્નર કુણાલ કુમારે પણ ઘટનાસ્થળની તપાસ હાથ ધરી હતી.

મેયર પ્રશાંત જગપાતે કહ્યું કે અમે આ ઘટનાને ગંભીરતાથી લીધો છે. અમે આ નિર્માણાધિન ઈમારતમાં કારીગરોની સુરક્ષા વ્યવસ્થા વિષે પગલા લેવાય તેના આદેશ આપીશું.  આ મામલે ગંભીર પણે તપાસ કરવામાં આવશે તેવું આશ્વાસન પણ આપ્યું છે.