નવી દિલ્હીઃ નિર્ભયા કેસના દોષિતોમાંના એક પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી છે. આ અરજીમાં પવન ગુપ્તાએ ફાંસીની સજાને ઉંમરકેદમાં બદલવાની માંગ કરી છે. વાસ્તવમાં નિર્ભયા બળાત્કાર કેસના ચારેય દોષિતોને ફાંસીની તારીખ નજીક આવી રહી છે. દિલ્હીની એક કોર્ટે નવું ડેથવોરંટ જાહેર  કરતા ત્રણ માર્ચની સવારે દોષિતોને ફાંસી આપવાનો આદેશ કર્યો છે. જોકે, આ અગાઉ પણ ડેથ વોરંટ જાહેર થયા હતા પરંતુ ફાંસી ટાળી દેવામાં આવી હતી.


જ્યારે પવન ગુપ્તાએ સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરી ફાંસીની સજાને ઉંમર કેદમાં બદલવાની માંગ કરી છે એવામાં માનવામાં આવી રહ્યું છે કે દોષિતોની ફાંસી  ટળી શકે છે. વાસ્તવમાં પવન ગુપ્તાએ અત્યાર સુધી સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન કરી નહોતી. તેણે અત્યાર સુધી રાષ્ટ્રપતિ પાસે પણ દયા અરજી પણ કરી નથી.

દોષિતોના વકીલ એપી સિંહે કહ્યું હતું કે, પવન ગુપ્તાએ પોતાની અરજીમાં એકવાર ફરી ઘટના સમયે સગીર હોવાની વાત કરી છે. એપી સિંહનું કહેવું છે કે ઘટના સમયે પવન 18 વર્ષથી ઓછી ઉંમરનો હતો.