નવી દિલ્હી: નિર્ભયા કેસમાં પટિયાલા હાઉસ કોર્ટે ચારેય દોષિતો સામે ડેથ વોરન્ટ જાહેર કર્યું છે. ચારેય દોષિતોને 22 જાન્યુઆરીએ સવારે સાત વાગ્યે ફાંસીની સજા આપવામાં આવશે. તેની વચ્ચે મેરઠના જલ્લાદ પવને કહ્યું કે, ચારેય દોષિતોને ફાંસી આપવા માટે તૈયાર છે. જો કે, તેમણે કહ્યું કે જેલ પ્રશાસને અત્યાર સુધી તેનો સંપર્ક કર્યો નથી.

પવને કહ્યું કે, “હું ચારેય દોષિતોને ફાંસી આપવા તૈયાર છું. જેલ પ્રશાસને અત્યાર સુધી તેનો સંપર્ક કર્યો નથી. જો મને આદેશ પ્રાપ્ત થશે તો હું જરૂર જઈશ. મને, નિર્ભયાના માતા-પિતા અને તમામને વાસ્તવમાં ખૂબજ શાંતી આપશે. ”


બીજી તરફ તિહાડ જેલે કહ્યું કે તેમની પાસે ચારેય દોષિતોને એક સાથે ફાંસી આપવાની વ્યવસ્થા છે. જેલના અધિકારીઓએ કહ્યું કે જલ્લાદની સેવા આપવા માટે યૂપીની જેલોને પત્ર પણ લખ્યો છે.

નિર્ભયાની માતા આશા દેવીએ કોર્ટના ફેંસલા બાદ કહ્યું, મારી પુત્રીને ન્યાય મળ્યો છે. 4 ગુનેગારોને ફાંસી આપવાથી દેશની મહિલા સશક્તિકરણ થશે. આ નિર્ણયથી ન્યાયિક પ્રણાલી પર લોકોનો વિશ્વાસ મજબૂત

ઉલ્લેખનીય છે કે, ચારેય દોષિતો પાસે 14 દિવસનો સમય છે. ચારેય દોષિતોના વકીલ એપી સિંહે કહ્યું કે સુપ્રીમ કોર્ટમાં ક્યૂરેટિવ પિટિશન દાખલ કરેશે. તેમણે કહ્યું કે અરજી પર સુપ્રીમ કોર્ટના પાંચ વરિષ્ઠ જજ સુનાવણી કરશે .