જસ્ટીસ ભાનુમતિ અને ભૂષણ આના પહેલા ત્રણ દોષીઓની અરજી ફગાવી દેનારી બેન્ચના સભ્યો રહી ચૂક્યા છે. સુનાવણી અક્ષયના વકીલે કોર્ટને મોતની સજા ના આપવા વિનંતી કરતા કહ્યું કે, દોષીને મોતની સજા ના આપો.
દોષી અક્ષય તરફથી તેના વકીલે દલીલ કરતાં કોર્ટને કહ્યું કે, ફાંસીની સજા ના આપો, મને ફાંસી એટલા માટે આપવામાં આવી રહી છે કેમકે હુ ગરીબ છું. આ મામલે બધુ રાજકીય એજન્ડાની જેમ થઇ રહ્યું છે.
વકીલ એપી સિંહે અરજી વાંચતાં વેદ, પુરાણ, ત્રેત્રા યુગનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કલયુગમાં લોકો માત્ર 60 વર્ષ સુધી જ જીવી શકે છે, વળી અન્ય યુગોમાં વધુ જીવે છે.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2012માં નિર્ભયા રેપ કેસમાં કુલ 6 આરોપી હતા, જેમાં એક નાબાલિગ હતો અને 18 વર્ષની ઉંમર થતાં તેને છોડી મુકવામાં આવ્યો હતો. એક આરોપી રામસિંહ તિહાડ જેલમાં જાતેજ ફાંસીના ફંદે લટકી ગયો હતો. હાલ ચાર આરોપી ફાંસીની સજા મેળવ્યા બાદ પણ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં અપીલો કરી રહ્યાં છે, તેમની અરજીઓ પણ ફગાવી ચૂકાઇ છે. હાલ અક્ષયની પુર્નવિચાર અરજી પર સુનાવણી થઇ રહી છે.