નવી દિલ્હીઃ ગઈકાલે જીએસટી કાઉન્સિલની બેઠક બાદ નાણામંત્રી નિર્મલા સીતારમણે કોરોના વાયરસની મહામારીને ‘એક્ટ ઓફ ગોડ’ એટલે કે ઈશ્વરનું કૃત્ય ગણાવ્યું છે અને કહ્યું કે, તેના કારણે ભારતની અર્થવ્યવસ્થા વધારે સંકોચાઈ શકે છે. ગઈકાલે નાણામંત્રીએ કોરોના વાયરસ મહામારીનો ઉલ્લેખ કરતાં ક્હયું કે, આ કુદરતી આપદાને કારણે ચાલુ નાણાંકીય વર્ષમાં અર્થવ્યવસ્થા ઘટી શકે છે. જોકે ત્યા બાદ નાણામંત્રી લોકોના નિશાના પર આવી ગયા.


કોરોનાને એક્ટ ઓફ ગોડ ગણાવવા પર ટ્વિટર પર નાણામંત્રી થયા ટ્રોલ

ગઈકાલે કોરોના મહામારીને એક્ટ ઓફ ગોડ કહેવા પર નાણામંત્રી ટ્વિટર પર ટ્રોલ થયા હતા. લોકોએ પોતાના રિએક્શનમાં કહ્યું કે, જો બધું ભગવાની જ માયા છે તો સરકારની જરૂરત જ શું છે. આવા અનેક રિએક્શન ટ્વિટર પર જોવા મળ્યા જેમાં લગભગ બધાએ નાણામંત્રીને ટ્રોલ કર્યા હતા.


ચાલુ નાણાકીય વર્ષમાં જીએસટી કલેક્શનમાં 2.35 લાખ કરોડનો ઘટાડો

ગઈકાલ જીએસટી કાઉન્સિલની બેઠ બાદ નાણામંત્રીએ જણાવ્યું કે, નાણાંકીય વર્ષ 2020-21માં જીએસટી કલેક્શનમાં 2.35 લાખ કરોડ રૂપિયાની ઘટ રહી, તેમાંથી માત્ર 97,000 કરોડ રૂપિયાની ઘટનું કારણ જીએસટીનો અમલ છે. બાકીની ઘટનું કારણ કોરોના વાયરસ મહામારી છે. રેવ્યૂ સચિવે પણ જાણકારી આપી છે કે કોવિડ-19 મહામારીને કારણે જીએસટી કલેક્શનમાં મોટી અસર પડી છે.