જ્યારે બિહારમાં ગંગા નદીના અનેક સ્થાનો પર ખતરાના નિશાનથી ઉપર રહેવાને કારણે રાજ્યમાં 83.62 લાખ લોકો પૂરથી પ્રભાવિત થયા છે. જોકેત અધિકારીઓએ જણાવ્યું કે, ઉત્તર પ્રદેશમાં પૂરની સ્થિતિમાં ગુરુવારે કેટલાક સુધારા જોવા મળ્યા. રાજ્યમાં પૂર પ્રભાવિત જિલ્લાની સંખ્યા 19થી ઘટીને 17 રહી ગઈ છે. દિલ્હીમાં પણ વાદળછાયુ વાતાવરણ રહેતા ગરમીમાં રાહત મળી છે. જ્યારે સાંજ સુધી દિલ્હીમાં અનેક વિસ્તારમાં વરસાદ પણ થયો હતો.
દિલ્હીમાં યમુના ખતરાના નિશાનની નજીક
દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ગુરુવારે સવારે થોડું વધ્યું અને નદી હવે ખતરાના નિશાન પર વહી રહી છે. સિંચાઈ અને પૂર નિયંત્રણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, બુધારે સાંજે છ કલાકે જૂના રેલવે પુલ પર નદીનું જળસ્તર 203.68 મીટર નોંધાયું હતું, જે સવારે વધીને 203.77 થઈ ગયું. ત્યારે હવામામ વિભાગે ગુરુવારે ચેતવણી આપી છે કે પૂર્વ મધ્ય પ્રદેશના ચાર જિલ્લા બાલાઘાટ, ટીકમગઢ, દમોહ અને સાગરમાં આગામી 24 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે.
આ રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગેના બેલુટિન અનુસાર આ ચાર જિલ્લામાં શુક્રવારે સવાર સુધીમાં ભારે વરસાદની આગાહીની શક્યતા છે. જ્યારે વિભાગે શુક્રવારે ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પૂર્વ રાજસ્થાન, અરૂણાચલ, પ્રદેશ, અસમ, મેગાલય, ગુજરાત અને ગોવાના અનેક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.