નવી દિલ્હી: સતત પોતાના નિવેદનના કારણે ચર્ચામાં રહેતા કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ રવિવારે એક સાર્વજનિક કાર્યક્રમમાં બોલતા કહ્યું, જે મેરિટમાં આવે છે, તેઓ IAS અને IPS બને છે, પરંતુ જે ત્રણ વાર ફેલ થાય છે, તેઓ મંત્રી બને છે. રાજકારણમાં આવવા માટે કોઈ વિશેષતાની જરૂર નથી. નિતિન ગડકરીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ પ્રધાનમંત્રી બનવાની રેસમાં સામેલ નથી.
ગડકરીએ કહ્યું, જે મેરિટમાં આવે છે, તેઓ આઈએએસ અને આઈપીએસ બને છે, પરંતુ જે ત્રણ વખત ફેલ થાય છે તેઓ મંત્રી બની જાય છે. તેમણે આગળ કહ્યું, મને ખોટું બોલતા નથી આવડતું. જે કહેવું હોય તે મોઢા પર કહું છું. જેના કારણે ઘણી વખત લોકો મારાથી નારાજ પણ થાય છે.
નિતિન ગડકરીએ કહ્યું, સમાજમાં જેટલા પ્રકારના લોકો છે, તેટલા રંગના નેતાઓ પણ છે. તેમણે કહ્યું, પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનવા માટે મારી કોઈ મહત્વકાક્ષા નથી. અમારા માટે દેશ સર્વોપરિ છે. હું મારા દેશ માટે શ્રેષ્ઠ કામ કરવામાં ભરોસો કરું છું. મે ક્યારેય લક્ષ્ય નક્કી નથી કર્યું. હું જ્યાં રસ્તો મળ્યો ત્યાં ચાલ્યો, જે કામ જોયું તે કરતો ગયો.
વાંચો: NCPના આ દિગ્ગજ નેતાએ લોકસભા ચૂંટણી નહીં લડવાની કરી જાહેરાત, જાણો શું આપ્યું કારણ