મુંબઈ: મહારાષ્ટ્રમાં શિવસેના-કોંગ્રેસ અને એનસીપીની સરકાર બન્યાં બાદ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ ઉદ્ધવ ઠાકર સરકાર પર નિશાન સાધ્યું છે. નીતિન ગડકરીએ કહ્યું કે ઉદ્ધવ ઠાકરેએ મુખ્યમંત્રી બનવા માટે પોતાની વિચારધારા સાથે સમજૂતી કરી છે.


નીતિન ગડકરીએ કોંગ્રેસ-એનસીપી અને શિવસેના ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું ત્રણેય પક્ષોએ સત્તા માટે રાજ્યમાં ગઠબંધન કરીને સરકાર બનાવી છે. નીતિન ગડકરીએ નાગપુરમાં એક સભાને સંબોધિત કરતા કહ્યું કે શિવસેના હવે માત્ર ભગવા રંગની સાથે છે તેવા માત્ર દેખાવો જ કરે છે, હકિકતમાં તેઓ કોંગ્રેસના રંગમાં પૂરી રીતે રંગાય ગઈ છે.

વિધાનસભા ચૂંટણી બાદ રાજ્યમાં ભાજપ સૌથી મોટી પાર્ટી બની હતી પરંતુ બહુમતી નહોતી મળી. બાદમાં શિવસેનાએ ભાજપને સમર્થન આપવા માટે મુખ્યમંત્રી પદની માંગ કર હતી. બાદમાં બંને પક્ષો વચ્ચે ગઠબંધનનો અંત આવ્યો હતો.