આરેજેડી નેતા અને બિહારની પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ સોમવારે રાત્રે એક કાર્યક્રમમાં ભાગ લીધા બાદ પત્રકારો દ્વારા નીતીશ કુમારના મહાગઠબંધનમાં સામેલ થવાના એક પ્રશ્નનો જવાબ આપતા કહ્યું, જો નીતીશ કુમાર મહાગઠબંધનમાં આવવા માટે પહેલ કરે તો મહાગઠબંધન તેના પર વિચાર કરશે. તેમણે કહ્યું નીતીશ કુમારના મહાગઠબંધનમાં આવવા પર તેમને કોઈ મુશ્કેલી નથી.
ઉલ્લેખનીય છે કે પૂર્વ મુખ્યમંત્રી અને હિંદુસ્તાની આવામ માર્ચાના પ્રમુખ જીતન રામ માંઝી દ્વારા આપવામાં આવેલી ઈફતાર પાર્ટીમાં મુખ્યમંત્રી નીતીશ કુમાર અને રાબડી દેવી સામેલ થયા હતા. આરજેડીના ઉપાધ્યક્ષ રધુવંશ પ્રસાદ સિંહે આ પહેલા ભાજપને પછાડવા માટે તમામ દળોને એક સાથે આવવાની અપીલ કરી હતી.