પટણા: પૂરથી બેહાલ બિહારમાં સીએમ નીતીશ કુમાર ઈચ્છે છે કે પૂર પીડિતોને પાંદડામાં નહીં, સ્ટીલના વાસણોમાં જમાવાનું પીરસવામાં આવે. પરંતુ તેમના મંત્રી શું કરી રહ્યા છે. લાલૂ પછી ડિઝાસ્ટર મેનેજમેંટ મંત્રી ચંદ્રશેખર પ્રસાદ પૂરને સૌભાગ્ય સમજે છે અને આ જ્ઞાન રસ્તા પર પડેલા લોકોને આપી રહ્યા છે.
હાજીપૂરના રાઘોપૂરમાં પૂરથી પોતાનું ઘરબાર ગુમાવવાથી લોકો રસ્તા ઉપર આવી ગયા છે. લોકો રસ્તા ઉપર ટેંટ લગાવીને પોતાના પરિવાર સાથે સમય વીતાવી રહ્યા છે. એવી હાલતમાં ટેંટ પર ત્રિરંગો લહેરાઈ રહ્યો છે. આવું એટલા માટે કરવામાં આવી રહ્યું છે કારણ કે ઘરબાર વગરના લોકોને અહેસાસ અપાવી શકાય કે મુશ્કેલીના સમયમાં દેશ તેમની સાથે છે. અને સરકાર તેમની પાસે છે.
જે વાત મંત્રી ચંદ્રશેખર પ્રસાદે કહી હતી, તે વાત લાલૂ પ્રસાદ પ્રસાવ પણ કહી ચૂક્યા છે. આ વાતને લીધે ઘણો વાદ વિવાદ થઈ રહ્યો છે. ચંદ્રશેખર પ્રસાદે લોકોના દુખદર્દ પૂછ્યા તો લોકો તેમના દુખદર્દ બતાવવા લાગ્યા, પરંતુ ચંદ્રશેખર પ્રસાદની સાથે પહોંચેલા એક આરજેડી નેતાને લાગ્યું કે દુખદર્દ બતાવીને રસ્તા ઉપર રહેલા લોકો રાજનીતિ કરી રહ્યા છે.
જ્યારે આરજેડીના નેતા લોકોને ધમકાવી રહ્યા હતા, ત્યારે ચંદ્રશેખર પ્રસાદ હસીને આગળ વધી ગયા હતા. ગરીબોની પરિસ્થિતિના ખબર અંતર પૂછવા મંત્રીઓ આવ્યા હતા, અને હસી મજાક કરીને ચાલ્યા ગયા હતા. તેમની પણ કંઈક મજબૂરી હતી. જે વિસ્તારના લોકો રસ્તા ઉપર આવી ગયા છે તે બિહારના ડેપ્ટી સીએમ તેજસ્વી યાદવના વિસ્તારના લોકો છે.