નવી દિલ્લી: કેંદ્ર સરકારના કર્મચારીઓનું જો પર્ફોર્મંસ સારૂ નહિ હોય તો તેમને વાર્ષિક પગાર વધારાનો લાભ નહિ મળે.
સાતમાં પગારપંચના અમલ બાદ નાણામંત્રાલયે જણાવ્યું કે પ્રમોશન અને પગાર વધારાના ધોરણોને ‘ગુડ’માંથી ‘વેરી ગુડ’ કરવામાં આવ્યા છે.
ફાઈનાન્સ મિનિસ્ટ્રીના જણાવ્યા અનુસાર, મોડિફાઈડ એસ્યોર્ડ કેરિયર પ્રોગ્રેસન સ્કિમ પહેલાની જેમ જ ચાલુ રહેશે. કર્મચારીઓને 10, 12 અને 30 વર્ષની સેવામાં એમએસીપી મળે છે. તેના પરથી નક્કી થાય છે કે કર્મચારીનું પરફોર્મન્સ કેવું રહ્યું છે. એમએસીપીનો સંબંધ સીધો કર્મચારીના કામ સાથે જોડાયેલો છે.
પેનલે કેન્દ્રને મોકલેલી ભલામણમાં ઉલ્લેખ છે કે એવા કર્મચારીઓની સેલેરીમાં એન્યુઅલ ઈન્ક્રિમેન્ટ ન થવું જોઈએ, જેમણે પ્રથમ 20 વર્ષની સેવા દરમિયાન એમએસીપી અથવા રેગ્યુલેર પ્રમોશન માટેના બેન્ચમાર્કને પુરો કર્યો નથી.