નવી દિલ્લીઃ મહિલા આયોગના અધ્યક્ષ સ્વાતિ માલીવાલ વિરુદ્ધ દિલ્લીના પોલીસ સ્ટેશનમાં FIR કરવામાં આવી છે. સ્વાતિ પર બૂરાડી રેપ પીડિતાની ઓળખ જાહેર કરવાનો આરોપ છે. બૂરાડીની 14 વર્ષની સગીરા દલિત યુવતીનો બળાત્કાર કરી તેને તેજાબ પીવળાવામાં આવ્યુ હતું. ત્યાર બાદ તેનું દિલ્લીના હૉસ્પિટલમાં તેનું મોત થયું હતું.
દિલ્લી પોલીસના વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે, આઇપીસીની કલમ 228 મુજબ પોલીસનું કહેવું છે કે, ડીસીડબ્યુની પ્રમુખ એસએચઓને જે નોટિસ આપી હતી તેમા બળાત્કાર પીડિતાના નામનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું હતુ કે, એફઆઇઆરમાં એ પણ લખવામાં આવ્યુ છે કે, નોટિસ વોટ્સએપ ગ્રુપમાં મોકલવામાં આવી હતી અને તેને અન્ય ચેનલોમાં પણ બતાવામાં આવી હતી.