નવી દિલ્હીઃ કોરોના વાયરસથી સંક્રમિત લોકની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં વધતા કેસને જોતા હવે ગોવામાં અનેક મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. ગોવામાં મંગળવા રાતથી 31 માર્ચ સુધી લોકડાઉનના આદેશ આપ્યા છે. લોકડાઉન દરમિયાન કોઈપણ વ્યક્તિ ઘરની બહાર કારણવગર નહીં નીકળી શકે. જો કોઈ વ્યક્તિ બહાર આવશે તો તેની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી શકે છે.

ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, ‘રાજ્યની તમામ દુકાદો આ દરમિયાન બંધ રહેશે. રાજ્ય સરકાર દૈનિક જરૂરિયાતની વસ્તુઓ લોકોને ઉપલબ્ધ કરાવવા માટે વ્યવસ્થા કરશે. ગોવા ડેરીને દૂધની સપ્લાઈ કરવા અને કલેક્ટર ખાદ્ય વસ્તુની વ્યવસ્થા કરવા માટે નિર્ણય કરશે.

કોરોનાથી વધતા સંક્રમણના કેસને જોતા યૂપી, હરિયાણાને પણ સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યા છે. સાથે જ અહીં પણ લોકોને કડક આદેશ આપવામાં આવ્યા છે. ભારતમાં અત્યાર સુધી સંક્રમિત લોકોની સંખ્યા 500ને પાર કરી ગઈ છે.