નવી દિલ્હી: કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા પૂર્ણ થયા બાદ મતદાન કરવામાં આવ્યું હતું. જેમાં સંસદમાં મોદી સરકારે વિશ્વાસનો મત જીતી લીધો છે. કુલ 451 મત પડ્યા હતા જેમાં મોદી સરકારને 325 મત મળ્યા હતા. જ્યારે વિપક્ષને માત્ર 126 મત મળ્યા હતા. શિવસેના અને બીજેડીએ મતદાનમાં ભાગ લીધો નથી.ચોમાસું સત્રનો આજનો દિવસ રાજકારણ માટે ઐતિહાસિક દિવસ માનવામાં આવશે.
નોંધનીય છે કે, ટીડીપી સાંસદ તરફથી લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને ચોમાસુ સત્રના પ્રથમ દિવસે જ મંજૂર કરી દીધી હતી. ત્યારબાદ શુક્રવારે આખો દિવસ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી હતી. અવિશ્વાસ પ્રસ્તાવ પર તમામ પાર્ટીઓને બોલવાનો સમય આપવામાં આવ્યો હતો.
અવિશ્વાસ પ્રસ્તાવ પર પીએમ મોદીનું ભાષણ
-પીએમ મોદીએ ભાષણના અંતમાં કહ્યું કે હું વિપક્ષની તમામ પાર્ટીઓને 2024માં ફરી અવિશ્વાસ પ્રસ્તાવ લાવવા માટે આમંત્રણ આપુ છું
-પીએમ મોદીએ કહ્યું - કૉંગ્રેસે અર્થવ્યવસ્થાને ખોખલી કરી દીધી. 2009 થી 2014 સુધી બેન્કોને લૂંટવાનો ખેલ ચાલતો રહ્યો. આઝાદીના 60 વર્ષમાં આપણા દેશની બેન્કોએ લોન તરીકે જે રકમ આપી હતી તે 18 લાખ કરોડ હતી પરંતુ 2008 થી 2014ની વચ્ચે 18 લાખ કરોડથી 52 લાખ કરોડ થઈ ગઈ.
-એનડીએ સરકાર આંધ્ર પ્રદેશના લોકની આશા, આકાંક્ષાઓને પૂરી કરવા માંગે છે પરંતુ સરકાર નાણાકિય આયોગની ભલામણથી બંધાયેલી છે. તેથી સરકારે આંધ્ર પ્રેદશને અલગથી સ્પેશિયલ અસિસ્ટેન્ટ પેકેજ આપ્યું જે માટે તેમણે નાણામંત્રીનો આભાર પણ માન્યો.
-કોંગ્રેસ દેશના જમીનથી કપાઈ ચૂકી છે. તેથી તે ચૂંટણી જીતવાના શોર્ટકટ શોધી રહી છે.
-પીએમ મોદીએ કહ્યું- હું અહીં સવા સો કરોડ દેશવાસિઓના આર્શિવાદથી છું. તમે આ પ્રસ્તાવ દ્વારા તે લોકોનું અપમાન ના કરો.અમારી પાસે સંખ્યા બળ છે એટલે અમે અહીંયા છે.
-પીએમ મોદીએ કહ્યું- આ સરકારનો ફ્લોર ટેસ્ટ નથી, આ તો કોંગ્રેસના ગઠબંધનનો ફ્લોર ટેસ્ટ છે. લોકશાહીમાં જનતા ભાગ્ય વિધાતા હોય છે એક મોદીને હટાવવા માટે જેની સાથે સામે બોલવાનો સંબંધ નહતો, બોલવાનો સંબંધ નહતો તે લોકોને ભેગા કર્યા છે.
- કોંગ્રેસે તેમના સંભવીત સાથીઓની પરીક્ષા લેવી હોય તો લે પણ અવિશ્વાસ પ્રસ્તાવનું બહાનું ના કાઢે
-પીએમ મોદીએ કહ્યું, દેશમાં 30 વર્ષ બાદ પૂર્ણ બહુમતની સરકાર આવી છે. સંસદમાં બહુમત નથી તો પણ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે.
-રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા કહ્યું- આજકાલ શિવ ભક્તિની વાતો થઈ રહી છે, ભગવાન તમને એટલી શક્તિ આપે કે 2024માં ફરી તેઓને અવિશ્વાસ પ્રસ્તાવ લાવવો પડે.
- ડોકલામ વિષય પર જો જાણકારી ના હોય તો તેના પર બોલવાથી બચવું જોઈએ. જે ડોકલામ પર બોલે છે તે ચીની રાજદૂત સાથે મળે છે. દેશની સુરક્ષાને લઈને એવી બાલિશ હરકતો નહીં કરવી જોઈએ.- સર્જીકલ સ્ટ્રાઈકને જુમલા સ્ટ્રાઈક ગણાવનારાઓને દેશ માફ નહીં કરે.
-કૉંગ્રેસને પોતાના પર વિશ્વાસ નથી, તેઓને ઈવીએમ, ચૂંટણી આયોગ, ન્યાયાલય,આરબીઆઈ જેવી સંસ્થાઓ પર વિશ્વાસ નથી.
- અમારી ઉપલબ્ધિઓ પર વિપક્ષનો વિશ્વાસ નથી.
- રાહુલ ગાંધીના ભાગીદાર વાળા નિવેદન પર પીએમ મોદીએ પલટવાર કરતા કહ્યું, હા હું દેશના ખેડૂતોના દુખનો ભાગીદાર છું. ગરીબોના દુખનો ભાગીદાર છું, ચોકીદાર પણ છું. ભાગીદાર પણ છું. તેથી મને ગર્વ છે. પરંતુ હું સોદાગર કે ઠેકેદાર નથી- પીએમ મોદી
-