નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રનો આજે ત્રીજો દિવસ છે અને આજે લોકસભામાં મોદી સરકાર વિરુદ્ધ પ્રથમ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન કરાવવામાં આવશે. ટીડીપી સાંસદ તરફથી લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને લોકસભાના સ્પીકર સુમિત્રા મહાજને મંજૂર કરી દીધી હતી. ત્યારબાદ આજે આખો દિવસ અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવી રહી છે.


અપડેટ્સ

અવિશ્વાસ પ્રસ્તાવ પર રાહુલ ગાંધીનું ભાષણ

- રાફેલ ડીલ મુદ્દે રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું કે પીએમ ફ્રાન્સ ગયા હતા પણ ખબર નથી ત્યાં શું થયું. પણ રક્ષા સોદાની કિંમત એકાએક જાદુથી વધીને 1600 કરોડ થઇ ગઇ. રાહુલે કહ્યું કે, રક્ષામંત્રીએ આંકડા જણાવવાનો વાયદો કર્યો હતો પણ બાદમાં યુ-ટર્ન લઇ લીધો. પીએમના દબાણથી આ બધુ ઠંડુ પડી ગયું.

- રાહુલે કહ્યું કે, મે આ વિશે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે પણ વાત કરી, ત્યારે ખબર પડી કે આવો કોઇ સોદો થયો નથી. રક્ષા મંત્રી દેશને જુઠ્ઠુ બોલ્યા છે.

- રાફેલ પર રાહુલના નિવેદન બાદ લોકસભામાં જોરદાર હંગામો થયો, બીજેપી સાંસદોએ જબરદસ્ત વિરોધ કર્યો હતો. કેન્દ્રીય મંત્રી અનંત કુમારે રાહુલના નિવેદન પર ઉભા થઇને નારાજગી વ્યક્ત કરી હતી.

- રાહુલ ગાંધીના આરોપોની જવાબ માટે લોકસભામાં કેન્દ્રીય રક્ષા મંત્રી નિર્મલા સીતારમણ ઉભા થયા અને ડૉક્યૂમેન્ટ બતાવ્યા. તેમને કહ્યું કે, ભારતીય મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિેએ ડીલ વિશે કોઇપણ માહિતી આપવાની ના પાડી હતી.

-રાહુલ ગાંધી ભાષણ બાદ વડાપ્રધાન પાસે ગયા હતા અને તેમને ગળે લાગ્યા હતા. વડાપ્રધાન મોદી સાથે હાથ મિલાવ્યા હતા. મોદીએ પણ તેમને કાનમાં કાંઇક કહ્યુ હતું. વડાપ્રધાન મોદી, બીજેપી અને આરએસએસએ મને ધર્મનો અર્થ સમજાવ્યો છે. તમારા માટે હું પપ્પુ હોઇ શકું છું પરંતુ મને કોઇ ફેર પડતો નથી.

-રાહુલે કહ્યુ કે, વડાપ્રધાનની ફરજ છે કે તે દેશને પોતાના દીલની વાત જણાવે. આજે કોઇ વ્યક્તિ પર હુમલો નહી પરંતુ આંબેડકરના બંધારણ પર હુમલો થાય છે. મોદીના મંત્રી હત્યા કરનારાઓને માળા પહેરાવે છે. હિન્દુસ્તાનમાં મહિલાઓ સુરક્ષિત નથી. સરકાર મહિલાઓની રક્ષા કરી રહી નથી.

-રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદી ચોકીદાર નહી પરંતુ ભાગીદાર છે. વડાપ્રધાન પોતાને પ્રધાનસેવક કહે છે પરંતુ અમિત શાહના દીકરા જય શાહ પર કાંઇ બોલતા નથી.

રાહુલ ગાંધીએ કહ્યું કે- વડાપ્રધાન મોદી કોઇ એજન્ડા વિના ચીન જાય છે. મોદીજીએ અઢી લાખ સૌથી અમીર લોકોનું દેવુ માફ કર્યુ છે પણ ખેડૂતો માંગતા રહી ગયા.

-રાહુલ ગાંધીએ કહ્યું કે- મોદી સંસદમાં મારી સાથે આંખ મિલાવી રહ્યા નથી. આજુબાજુ જોઇ રહ્યા છે. વડાપ્રધાને સૈનિકોને દગો આપ્યો છે. ડોકલામ પર ચીનના રાષ્ટ્રપતિ સાથે કોઇ વાતચીત કરી નથી. આ એક સચ્ચાઇ છે અને તેને નજરઅંદાજ કરી શકાય નહીં.

-રાફેલ ડીલ પર રાહુલ ગાંધીએ કહ્યું કે, જાદુથી રાફેલ ફાઇટર પ્લેનનો ભાવ 1600 કરોડ રૂપિયા થઇ ગયો. મે ફ્રાન્સના રાષ્ટ્રપતિ સાથે આ ડિલને લઇને વાત કરી હતી. વડાપ્રધાનના દબાણમાં સંરક્ષણ મંત્રી નિર્મલા સીતારમણ ખોટુ બોલ્યા હતા.

-રાહુલે બીજેપી અધ્યક્ષ અમિત શાહના દીકરા જય શાહનો મુદ્દો ઉઠાવ્યો હતો. ત્યારબાદ સંસદમાં હંગામો શરૂ થઇ ગયો અને સ્પીકરે કહ્યું કે, તમે બહારના કોઇ વ્યક્તિનું નામ લઇ શકો નહીં.
-રાહુલે કહ્યું કે- મોદીએ કરોડો લોકોને બરબાર કર્યા. નાના દુકાનદારો વિશે તેમણે વિચાર્યું નહીં. આ લોકો માટે વડાપ્રધાનના દીલમાં કોઇ જગ્યા નથી.

-રાહુલે કહ્યું કે- જીએસટી કોગ્રેસ લઇને આવી હતી પરંતુ ત્યારે તમે વિરોધ કર્યો હતો. વડાપ્રધાના જીએસટીથી કરોડો લોકો બરબાર થઇ ગયા. વડાપ્રધાન વિદેશ જાય છે પરંતુ પોતાની સુરક્ષાના ઘેરામાંથી બહાર નીકળતા નથી. તેમની વાત ફક્ત સૂટ-બૂટ વાળા વેપારીઓને જ મળે છે પણ નાના દુકાનદારોને મળતા નથી.

-રાહુલ ગાંધીએ બીજેપી અધ્યક્ષ અમિત શાહના દીકરા જય શાહનો ઉલ્લેખ કરી વડાપ્રધાન મોદી પર નિશાન સાધ્યું

-રાહુલ ગાંધીએ કહ્યુ-વડાપ્રધાને કરોડો લોકોને બરબાદ કર્યા. વડાપ્રધાન પાસે ક્યાંથી મેસેજ આવ્યો કે તેમણે નોટબંધી લાગુ કરી દીધી. આજે દેશના કરોડો લોકો પરેશાન છે. વડાપ્રધાનના જુમલાથી યુવાઓ અને ખેડૂતો તમામ પરેશાન છે.

-રાહુલે કહ્યું કે, 15 લાખ રૂપિયા અને રોજગાર આપવાનું વચન ફક્ત જુમલો હતું.

-રાહુલે કહ્યુ કે- મોદીએ 2 કરોડ યુવાઓને રોજગાર આપવાનું વચન આપ્યું હતુ પરંતુ ફક્ત 4 લાખ લોકોને રોજગાર આપવામાં આવ્યો. ચીન 24 કલાકમાં 50 હજાર યુવાઓને રોજગારી આપે છે જ્યારે તમે 400 યુવાઓને રોજગારી આપો છો. ક્યારેક તમે પકોડા બનાવવાનું કહો છો તો ક્યારેક દુકાન ખોલવાની વાત કરો છો.

-બીજેપીના સાંસદના ભાષણ બાદ કોગ્રેસના  અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાષણ શરૂ કર્યું

TDPના સાંસદ જયદેવ ગલ્લાનું ભાષણ

-ડીટીપી સાંસદે લોકસભામાં કહ્યું કે, સરકારે ખેડૂત સેસ, શિક્ષણ સેસ મારફતે ખૂબ કમાણી કરી રહી છે પરંતુ સરકાર એક પણ પૈસો આપી રહી નથી. અમે નાગરિકો માટે 15 લાખ નહી પરંતુ તેમનો હક માંગી રહ્યા છીએ. મોદી સરકાર મૂર્તિઓ પાછળ પૈસા ખર્ચ કરી રહી છે. ગુજરાતમાં સરદાર પટેલની મૂર્તિ પાછળ પૈસા આપવામાં આવી રહ્યા છે પરંતુ આંધ્રપ્રદેશની રાજધાની અમરાવતી માટે સરકાર રૂપિયા આપતી નથી.

-ટીડીપી સાંસદ દ્વારા તેમના ભાષણમાં પીએમ વિરુદ્ધ અભદ્ર ટીપ્પણી કરી હોવાની વાતથી સંસદમાં હોબાળો થયો છે. રક્ષામંત્રી નિર્મલા સીતારમણે ટીડીપી સાંસદના નિવેદનનો વિરોધ કર્યો હતો. જયદેવ ગલ્લાએ કહ્યું કે, વિકાસ મામલે આંધ્રપ્રદેશ ખૂબ પછાત રહી ગયુ છે. કેન્દ્ર સરકાર વિકાસના નામ પર આંધ્રપ્રદેશને ફક્ત પાંચ હજાર કરોડ રૂપિયા આપ્યા છે. મોદી સરકારે આંધ્રપ્રદેશને આપેલું વચન પુરુ કર્યું નથી. તેમણે આંધ્રપ્રદેશ સાથે ભેદભાવ કર્યો છે.

-જયદેવ ગલ્લાએ કહ્યું કે, આગામી ચૂંટણીમાં આંધ્રપ્રદેશની જનતા જવાબ આપશે. અમે ધમકી આપી રહ્યા નથી પરંતુ શ્રાપ આપી રહ્યા છીએ. કોગ્રેસ અને ભાજપને કારણે આંધ્રપ્રદેશની સ્થિતિ ખરાબ થઇ છે.

-ગલ્લાએ વડાપ્રધાન મોદીને તેમનું વચન યાદ અપાવ્યું હતું. તેમણે કહ્યું કે 2014માં વિધાનસભા ચૂંટણીમાં મોદીએ રેલીમાં આંધ્રપ્રદેશને સ્પેશ્યલ સ્ટેસ્ટનું વચન આપ્યું હતું. ગલ્લાએ લોકસભામાં મોદીને સંબોધિત કરતા કહ્યું કે, શું તમારા વચનોમાં કોઇ તાકાત છે. સંસદમાં બોલાયેલા શબ્દો તમારા માટે કોઇ મહત્વના નથી.

-ગલ્લાએ કહ્યુ કે, આંધ્રપ્રદેશને જેટલા રૂપિયા આપવામાં આવી રહ્યા છે તેનાથી વધુ તો સુપરહિટ ફિલ્મ બાહુબલીએ કમાણી કરી છે. આંધ્રપ્રદેશમાં પરિયોજનાઓ માટે જેટલા રૂપિયાની જાહેરાત કરવામાં આવી છે તેટલા રૂપિયા ક્યારેય આપવામાં આવ્યા નથી. પછાત વિસ્તારોને આપવામાં આવતા પેકેજમાં પણ કાપ મુકવામાં આવ્યો.