તે સિવાય સરકારને સવાલ કરવામાં આવ્યો હતો કે શું સરકારે તમામ રાશનકાર્ડ ધારકોને મફતમાં રાશન આપ્યું છે. જો હા તો તેની જાણકારી આપો. જેના પર મંત્રાલય તરફથી રાજ્ય પ્રમાણે આંકડાઓ ઉપલબ્ધ ન હોવાની વાત કરી હતી પરંતુ 80 કરોડ લોકોને પાંચ કિલો વધારાના ચોખા અથવા ઘઉં, એક કિલો દાળ નવેમ્બર 2020 સુધી આપવાની વાત કરાઇ હતી.
લોકસભાના ઇતિહાસમાં પ્રથમવાર કાર્યવાહીમાં ભાગ લેનારા સાંસદોને પોતાની બેઠકો પર બેસીને બોલવાની મંજૂરી અપાઇ હતી. પ્રથમવાર લોકસભાના સભ્યોએ રાજ્યસભામાં બેસીને સંસદની કાર્યવાહીમાં ભાગ લીધો હતો.