Mumbai Coronavirus Covid-19 Omicron: દેશમાં સૌથી વધુ ઓમિક્રોન વેરિઅન્ટના કેસ મહારાષ્ટ્રમાં નોધાઇ રહ્યા છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 876 ઓમિક્રોન કેસ નોંધાયા છે. મુંબઇમાં કોરોનાના કેસ ઝડપથી વધી રહ્યા છે. એવામાં રાજ્યમાં પ્રતિબંધ લગાવવામાં કે વિકેન્ડ કર્ફ્યૂ લગાવવામાં આવી શકે છે. આ સવાલ પર મુંબઇના મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે હાલમાં વિકેન્ડ કર્ફ્યૂને લઇને કોઇ નિર્ણય લેવામાં આવ્યો નથી. મુંબઇમાં કોરોનાએ રફતાર પકડી છે. કોરોનાની ઝડપને જોતા સરકાર લોકડાઉન લગાવે તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. જેને જોઇને મુંબઇમાં પ્રવાસી મજૂરોમાં ડરનો માહોલ છે. તેમને ડર છે કે સરકાર અચાનક લોકડાઉન લગાવી દે છે તો તેમની સ્થિતિ કફોડી બની જશે તેના કારણે તેઓ પોતાના ગામડે પહોંચી રહ્યા છે. મુંબઇના લોકમાન્ય તિલક ટર્મિનસ પર ઉત્તર પ્રદેશ અને બિહારના પ્રવાસી મજૂર ભેગા થયા છે. ગુરુવારની રાત્રે મુંબઇ રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં કામદારો પોતાનો સામાન લઇને એકઠા થયા હતા. અચાનક ભીડને જોઇને પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો હતો તેમ છતાં મજૂરો ત્યાંથી ખસ્યા નહોતા.તમામનો પ્રયાસ હતો કે તેમને જલદી ટિકિટ મળી જાય અને તેઓ પોતાના ઘરે પહોંચી જાય
નોંધનીય છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના એક લાખથી વધુ નવા કેસ નોંધાયા છે. કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને હવે 3,52,26,386 થઇ ગઇ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધુ 876 ઓમિક્રોનના કેસ નોંધાયા છે. દિલ્હીમાં 465, કર્ણાટકમાં 333, રાજસ્થાનમાં 291 કેસ નોંધાયા છે.
મુંબઇમાં છેલ્લા 24 કલાકમાં 20,181 કોરોનાના કેસ નોંધાયા છે અને ચાર લોકોના મોત થયા છે. આ સાથે જ મુંબઇમાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને 79,260 થઇ ગઇ છે. શહેરની હોસ્પિટલમાં 16 ટકા બેડ દર્દીઓથી ફૂલ થઇ ગયા છે. જ્યારે 500થી વધુ ઇમારતોને સીલ કરી દેવામાં આવી છે. જ્યારે કોરોનાથી સંક્રમિત 2437 ગુરુવારે સ્વસ્થ થયા હતા.
બીએમસીના કહેવા અનુસાર મુંબઇની ધારાવીમાં ગુરુવારે 107 નવા કોરોનાના દર્દીઓ નોંધાયા છે. હવે ધારાવીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 7626 સુધી પહોંચી ગઇ છે. મુંબઇમાં એક્ટિવ કેસની સંખ્યાવધીને 79,260એ પહોંચી છે. મુંબઈમાં આજે 67 હજાર લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા જેમાં 20,181 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. એટલે કે આજે પોઝિટિવિટી રેટ 29.90 નોંધાયો છે.
આ પણ વાંચોઃ
કોરોનાની વેક્સિન લગાવ્યા પછી બાળક પેદા કરવાની ક્ષમતા જતી રહેશે ? મોદી સરકારે શું કહ્યું ?