નવી દિલ્લી: નાણા મંત્રી અરૂણ જેટલીએ સ્પષ્ટ કરી દીધું છે કે આવનાર 2000 રૂપિયાની નવી નોટોમાં કોઈ પણ પ્રકારની ચિપ લાગેલ નથી. હાલ એવી એફવા ફેલાઈ રહી છે કે 2000 રૂપિયાની નવી નોટમાં એક નેનો જીપીએસ ચિપ હશે જેના મારફતે જાણ થઈ શક્શે કે તે નોટ ક્યાં છે.

ગઈકાલે મંગળવારથી વૉટ્સએપ અને ફેસબુક, ટ્વિટર જેવા સોશિયલ મીડિયા પર આ મેસેજ વાયરલ થઈ રહ્યો છે. એવામાં ગઈકાલે એક ગુપ્ત ટીવી ચેનલે પણ આવા પ્રકારની ખબરો પ્રકાશિત કરીને આવી અફવાઓને વેગ આપ્યું છે. પરંતુ આજે નાણાંમંત્રી અરૂણ જેટલીએ પોતે આવા અહેવાલોને ખંડન કરતા કહ્યું કે આવા પ્રકારના અહેવાલ ક્યાંથી આવ્યા તે મને ખબર નથી. તે સિવાય આરબીઆઈએ પણ સ્પષ્ટ કર્યું છે કે 10 નવેમ્બરથી ચલનમાં આવનાર 2000 રૂપિયાની નોટમાં કોઈ ચિપ લાગેલ નથી. પરંતુ આરબીઆઈએ સ્પષ્ટ કર્યું કે 2000 રૂપિયાની નોટમાં સુરક્ષા ફીચર્સ હશે, જે આરબીઆઈએ નોટની સાથે બતાવ્યા છે અને તેના વિશે આરબીઆઈના ટ્વિટર હેંડલ ઉપર પણ બતાવવામાં આવ્યું છે કે તેમાં કોઈ ચિપ લાગેલ નથી.

2000 રૂપિયાની નોટમાં લેટેંટ ઈમેજ, કલર્ડ સ્ટ્રિપ્સ, સિક્યોરિટી થ્રેડ, વૉટરમાર્ક્સ અને ઘણી અન્ય સેફ્ટી ફીચર્સ હશે, જેનાથી તેની કોઈ નકલી નોટ બનાવી શકશે નહીં. આરબીઆઈએ કહ્યું કે વિશ્વના કોઈ પણ દેશની કરન્સી પર આવા પ્રકારની સેફ્ટી ફીચર આવ્યા નથી. તો ભારતમાં તેને કેવી રીતે લાવી શકાય. 2000 રૂપિયાની નોટમાં પિંક રંગની સિવાય અમુક ખાસ વાતો છે. આ નોટ પર મંગળયાનની તસવીર હશે અને મહાત્મા ગાંધી પણ આ નોટમાં જોવા મળી રહ્યા છે.