નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશના ભિંડમાં અજીબોગરીબ ઘટના સામે આવી છે. ભિંડ જિલ્લાના આલમપુર ગામમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની બ્રાન્ચમાં એક જ ખાતા નંબર બે અલગ અલગ લોકોને એલોટ કરવામાં આવ્યા. એટલે કે એકાઉન્ટ નંબર એક અને ખાતાધારકો બે. બેંકે પાસબુક પણ આપી. તેમાં કસ્ટમર નબંર પણ એક જ લખી દીધો. બસ પછી જ શરૂ થઈ મોટી સમસ્યા.

એક જ ખાતું બે વ્યક્તિને એલોટ કરતાં ખાતામાં એક વ્યક્તિ રૂપિયા જમા કરાવતો ગયો અને બીજી વ્યક્તિ સરકારી રૂપિયા આવે છે એમ સમજીને ઉપાડતો ગયો. આવું સતત છ મહિના સુધી ચાલ્યું. આટલા સમયમાં કુલ 89 રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા.



આલમપુરમાં રૂરઈ ગામના રહેવાસી હુકુમ સિંહ SBIની આલમપુર બ્રાન્ચમાં ખાતું ખોલાવ્યું હતુ. તેમને બેન્કે 12 નવેમ્બર 2018માં પાસબુક મળી હતી. ત્યાર પછી તેઓ હરિયાણા જતા રહ્યા હતા. ત્યાંથી મહેનતના રુપિયા પોતાના ખાતામાં જમા કરાવતા રહ્યા. તેઓ 16 ઓક્ટોમ્બર 2019માં ગામ પાછા આવ્યા ત્યારે તેમને જાણ થઈ કે તેમના એકાઉન્ટમાંથી 89 હજાર ઉપડી ગયા છે.

રૂપિયા ઉપડી ગયાની જાણ થતા જ હુકુમ સિંહ તાત્કાલીક એસબીઆના બ્રાન્ચ મેનેજર પાસે પહોંચ્યા હતા. તપાસ કરતાં ખબર પડી કે એક જ એકાઉન્ટ બે વ્યક્તિને આપવામાં આવ્યું હતું. આ એકાઉન્ટનો બીજો માલિક રોની ગામનો હુકુમ સિંહ બધેલ છે. તેને 23 મે 2016ના રોજ પાસબુક મળી હતી. એટલેકે હરિયાણા વાળા હુકુમ સિંહે ખાતું ખોલાવ્યું હતું એ પહેલા જ તેને આ જ નંબરનું ખાતું મળી ગયું હતું.



બાદમાં બન્ને હુકુમ સિંહને બેંકમાં બોલાવવામાં આવ્યા. હુકુમ સિંહ બઘેલે જણાવ્યું કે રૂપિયા ઉપાડવા માટે આધાર કિયોસ્ક સેન્ટર પર જઈને બાયોમીટ્રિક મશીનમાં અંગૂઠો લગાવીને રૂપિયા ઉપાડ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે ખાતામાં તમે રૂપિયા જમા કરાવ્યા નથી તો ક્યા હકથી રૂપિયા ઉપાડ્યા હતા. તેના જનવાબમાં હુકુમ સિંહ બધેલે જણાવ્યું કે, મને લાગ્યું કે મોદીજી રૂપિયા એકાઉન્ટમાં નાખી રહ્યા છે. માટે હું ઉપાડી રહ્યો હતો.



પછી બેન્કે સાદા કાગળ પર હુકમ સિંહ બધેલ પાસે લખાયું કે તે હુકમ સિંહને ત્રણ હપ્તામાં 89 હજાર રૂપિયા પાછા આપશે. બધેલે કાગળ પર અંગૂઠો લગાવીને કહ્યું કે હું તમામ રૂપિયા પાછા આપિ દઈશ ત્યાર પછી સમગ્ર મામલો શાંત થયો હતો.