નવી દિલ્હીઃ મદ્રાસ હાઇકોર્ટમાં તાજેતરમાં જ એક કેસમાં સામે આવ્યુ કે એક મહિલાની પાસે પોતાના પતિના મૃત્યા બાદ લાઇફ ઇન્શ્યૉરન્સ માટે કોઇ લીગલ ક્લેઇમ ન હતો. કોર્ટે આ મામલામાં તમામ પક્ષોને સાંભળ્યા બાદ મહિલાના સસરાના પક્ષમાં ફેંસલો આપ્યો. ખરેખરમાં, મૃતકે પોલીસી માટે કોઇને પણ નૉમિન ન હતો બનાવ્યો હતો, અને ના કોઇ વસિયત દ્વારા પોતાની પત્નીને પેમેન્ટ કરવાની જાહેરાત કરી હતી.
 
આવામાં ભવિષ્યમાં કોઇપણ વિવાદથી બચવા માટે લાઇફ ઇન્શ્યૉરન્સ પૉલીસી ખરીદતી વખતે જ પોતાના પરિવારના કોઇપણ સભ્યને નૉમિની બનાવવો જોઇએ. જો પૉલીસી લેતી વખતે તમે કોઇને પણ નૉમિની નથી બનાવ્યુ તો પછીથી નૉમિની બનાવી શકાય છે. પૉલીસીમાં નૉમિની હોવાથી પૉલીસીધારકની કોઇપણ કારણવશ મૃત્યુ થવા પર તેના બનાવવામાં આવેલા નૉમિનીન ક્લેઇમ કરવા માટે હકદાર રહેશે.  આનાથી પરિવારજનોને પૉલીસીના ક્લેમ મેળવવા પણ આસાન થઇ જશે અને અનાવાશ્યક વિવાદથી બચી પણ શકાશે.


સમજી-વિચારીને પસંદ કરો નૉમિની- 
પૉલીસી માટે યોગ્ય નૉમિનીને પસંદ કરવુ પણ બહુજ મહત્વપૂર્ણ હોય છે. જો તમે પરિવારમાં કમાવનારા એકમાત્ર સભ્ય છો, તો પરિવારના તે વ્યક્તિની ઓળખ કરો જે તમારી અનુપસ્થિતિમાં આર્થિક જવાબદારી ઉઠાવશે. મોટાભાગના કેસોમાં આ જવાબદારી જીવનસાથી જ ઉઠાવે છે તો આવામાં તમે તેમને નૉમિની બનાવી શકો છો. 


ઘણીવાર કેટલાક લોકો પોતાના પૈસા બે લોકોમાં વહેંચે છે, જેમ કે પત્ની અને એક નાના બાળક કે પછી પત્ની અને માં. આવામાં એકથી વધુ પૉલીસી ખરીદીને અલગ અલગ નૉમિની બનાવી શકો છો, કે પછી પૉલીસી ખરીદતી વખતે જ એકથી વધુ લોકોનો શેર નક્કી કરી શકો છો. આ માટે ઇન્શ્યૉરર પાસેથી પૉલીસી ખરીદતી વખતે જ લેખિત અંડરટેકિંગ લઇ શકાય છે.


આ રીતે બદલી શકો છે નૉમિની- 
પૉલીસીધારકના નૉમિનીના મોત થવા પર નૉમિની બદલી શકાય છે. આ ઉપરાંત લગ્ન થવા કે પછી તલાક થવા જેવી સ્થિતિમાં પણ નૉમિની બદલી શકાય છે. આ માટે ઇન્શ્યૉરન્સ કંપનીની વેબસાઇટ પરથી નૉમિની ફોર્મ ડાઉનલૉડ કરો કે પછી ઓફિસમાંથી આ ફોર્મ લો. ફોર્મમાં નૉમિનીની ડિટેલ ભરો અને પૉલીસીના ડૉક્યૂમેન્ટની કૉપી અને નૉમિનીની સાથે પોતાના રિલેશનના ડૉક્યૂમેન્ટ લગાવીને સબમીટ કરો. જો એકથી વધુ નૉમિની છે તે દરેકની જવાબદારી નક્કી કરો.