મુંબઈ: બંધ થયેલી કિંગફિશર એરલાઈંસના પ્રમોટર વિજય માલ્યાની પરેશાની હવે વધી ગઈ છે. મુંબઈની અંધેરીની મેટ્રોપોલિટન કોર્ટે એએઆઈ દ્ધારા નોંધાવેલી ચેક બાઉંસ મામલે માલ્યાની સામે શનિવારે બિનજામીનપાત્ર વૉરંટ જાહેર કરવામાં આવ્યું હતું.


7 મેના રોડ મેજિસ્ટ્રેટ એએસ લઓલકરે માલ્યાને 16 જુલાઈએ અદાલતમાં હાજર થવા નિર્દેશ કર્યો હતો. સાથે આદેશનું પાલન નહીં કરવા બદલ બિનજામીનપાત્ર વૉરંટ જાહેર કરવાની ચેતવણી આપી હતી. માલ્યા 16 જુલાઈએ અદાલતમાં હાજર રહ્યા નહોતા, જેના કારણે કોર્ટે તેમની વિરુદ્ધ બિનજામીનપાત્ર વૉરંટ જાહેર કર્યું હતું.

અદાલત એએઆઈ દ્ધારા કિંગફિશર એરલાઈસની વિરુદ્ધ નોંધાયેલ કુલ 100 કરોડના બે ચેક બાઉંસ હોવાના મામલે સૂનવણી ચાલી રહી હતી. એએઆઈએ બે મામલે ફરિયાદ નોંધાવી છે. જેમાં અદાલતથી માલ્યાને વ્યક્તિગત રીતે રજૂ થવાની જે સ્થાયી છૂટ મળી છે, તેને રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે. એએઆઈએ માલ્યાની સામે ધરપકડ વૉરંટ જાહેર કરવાની માંગ કરી છે. બેંકોનું દેવું ભરપાઈ નહીં કરનાર માલ્યા હાલ દેશમાંથી ફરાર છે અને બ્રિટેનમાં રહી રહ્યો છે.