નવી દિલ્લીઃ નાઇજીરિયામાં બે સપ્તાહ પહેલા બે ભારતીય નાગરીકોનું અપહરણ કરવામાં આવ્યું હતું. તેમનો આજે છટકારો થયો છે અને આજે સ્વદેશ પરત ફરશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું હતુ કે, મંગાપુડી શ્રીનિવાસન અને કૌશલ અનીશ શર્માને આજે ભારતીય સમયાનુસાર સાડા દસ વાગ્યે છોડી મુકવામાં આવ્યા અને તે ત્યાં ભારતીય દૂતાવાસ સાથે છે.


સ્વરૂપે જણાવ્યું હતું કે, બંને વ્યક્તિઓએ પોતાના ઘરોમાં ટેલીફોન પર વાત કરી હતી. અને શર્માએ આ માટે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનો આભાર માન્યો હતો. આ બંને લોકોને 29 જૂને નાઇજીરિયાના બેન્યૂ પ્રાંતમાં માકુડી પાસે બોકોથી અપહરણ કરવામાં આવ્યું હતું. બંને ભારતીયો જલ્દી ભારત પરત ફરશે.