ભારત હજુ પણ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. જોકે, દેશના અનેક ભાગમાં કોરોનાના નવા કેસ ઘટી રહ્યા છે. પરંતુ ચિંતાની વાત એ છે કે દેશના ઊત્તર પૂર્વ રાજ્યોમાં કોરોના પોતાનો પગપેસારો કરી રહ્યું છે. રિસર્ચ 7ત્રમાં કામ કરનાર સંગઠન ડેવલપમેન્ટ ડેટા લેબ (Development Data Lab) અને શિકાગો યૂનિવર્સિટીના પ્રોફેસર અનૂપ મલાનીએ 21 મે સુધી ઉપલબ્ધ ડેટાનું વિશ્લેષણ કરી આ આશંકા વ્યક્ત કરી છે. તેમના રિસર્ચ અનુસાર ઉત્તર-પૂર્વ રાજ્યોમાં કોરોનાનો રિપ્રોડક્ટિવ રેટ વિસ્ફોટક થઈ શકે છે.

Continues below advertisement


શું છે Reproductive rate


Reproductive rateનો અર્થ થાય છે કે એક સંક્રમિત વ્યક્તિ કેટલી અન્ય વ્યક્તિને સંક્રમિત કરી શકે છે. ડેવલપમેન્ટ ડેટા લેબના રિસર્ચ અનુસાર નોર્થ ઇસ્ટના તમામ રાજ્યો માટે Reproductive rate 1 કરતાં પણ વધારે છે. ઉદાહરણ તરીકે ત્રિપુરા માટે Reproductive rate 1.36 છે. એટલે કે 100 સંક્રમિક વ્યક્તિની સંખ્યા 2 સપ્તાહની અંદર 5000 સુધી પહોંચી શકે છે. કર્ણાટક જેવા રાજ્યોમાં Reproductive rate 0.89 છે. કુલ મળીને Reproductive rate 1થી ઓછો હોય તો એ વાતના સંકેત મળે છે કે ત્યાં કોરોનાના મહામારી ધીમે ધીમે ઘટી રહી છે.


નોર્થ ઇસ્ટના તમામ રાજ્યમાં Reproductive rate રેટ વધારે છે


એવામાં આ રિસર્ચ અનુસાર મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્માટક, ઉત્તર પ્રદેશ, કેરળ અને દિલ્હી જેવા રાજ્યોમાં Reproductive rate 1થી ઓછો છે. અહીં કોવિડના નવા કેસ ધીમે ધીમે ઘટી રહ્યા છે. પરંતુ ત્રિપુરા (1.36), મેઘાલય (1.31), અરૂણાચલ પ્રદેશ (1. 26), મિઝોરમ (1.22), સિક્કિમ (1.22), નાગાલેન્ડ (1.21), મણિપુર (1.17) જેવા રાજ્યોમાં Reproductive rate 1થી વધારે છે, માટે અહીં કોરોનાના કેસ વધશે. જોકે આ રાજ્યમાં રોજ આવનાર કોરોનાના કેસ વધારે નથી. પરંતુ જે રાજ્યોએ કોરોનાના પ્રકોપનો સામનો કર્યો છે તેના અનુભવથી જાણવા મળે છે કે, Reproductive rate વધારે હોવાનો મતલબ સંક્રમણ ઝડપથી ફેલાઈ શકે છે અને સ્વાસ્થ્ય સેવાઓના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રભાવિત કરી શકે છે.