સવારથી જ રાજધાની દિલ્હીમાં સફદરગંજમાં ન્યૂનતમ તાપમાન 2.8 ડિગ્રી રેકોર્ડ કરવામાં આવ્યુ છે. દિલ્હીમાં આજે પણ ઠંડીથી રેડ એલર્ટ છે, એટલા માટે લોકોને બહાર ના નીકળવા માટે અપીલ કરવામાં આવ્યુ છે. દિલ્હીમાં ભારે ધૂમ્મસની સ્થિતિ બની ગઇ છે. કેટલાય વિસ્તારોમાં વિઝિબિલિટી શૂન્ય પર પહોંચી ગઇ છે. ધૂમ્મસ અને ઠંડીના કારણે રેલવે અને ફ્લાઇટ પર પણ અસર પહોંચી છે.
શિયાળાની ઠંડીની અસર દિલ્હ-એનસીઆરના પ્રદુષણ પણ પડી રહી છે. કેટલાય વિસ્તારમાં એક્યૂઆઇ 400ને પાર પહોંચી ગયો છે.
હવામાન વિભાગે રવિવારે દિલ્હી સહિત આખા ઉત્તર ભારતમાં હાડ ગાળથી ઠંડી પડવાની આગાહી કરી છે. આગામી 24 કલાકમાં રાહત મળવાના કોઇ સંકેત નથી.