પ્રિયંકા ગાંધીને સ્કૂટી પર લઈ જવા કોંગ્રેસના નેતાને ભારે પડ્યું, જાણો કેમ

મને ઘેરી લેવામાં આવી અને મને ધક્કો લગાવવામાં આવ્યો હતો. આગળ જઈ ફરી મને પકડવામાં આવી તો હું એક કાર્યકર્તાના ટૂ-વ્હીલર પર નિકળી હતી. બાદમાં પોલીસે પ્રિયંકા ગાંધીની ગાડીને રોકી લીધી હતી.

Continues below advertisement
લખનઉ: લખનઉમાં કૉંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીને સ્કૂટીથી લઈને જનારા કૉંગ્રેસ નેતાની સ્કૂટીને ટ્રાફિક પોલીસે 6100 રૂપિયાનો મેમો ફટકાર્યો છે. હેલ્મેટ વગર ગાડી ચલાવવાને લઈને દંડ ફટકારવામાં આવ્યો છે. શનિવારે પ્રિયંકા ગાંધી લખનઉમાં હતા. તેઓ સીએએ વિરૂદ્ધમાં હિંસક વિરોધ પ્રદર્શન મામલામાં ધરપકડ થયેલા નિવૃત આઈપીએસ અધિકારી એસઆર દારાપુરીના પરિવારને મળવા પાર્ટીના હેડક્વાર્ટરથી નિકળ્યા હતા. રસ્તામાં લોહિયા ચોક પર પોલીસે તેમને રોક્યા હતા. ગાડી પરથી ઉતરી તેઓ ચાલી જવા લાગ્યા હતા. પ્રિયંકા ગાંધીએ કહ્યું મને ઘેરી લેવામાં આવી અને મને ધક્કો લગાવવામાં આવ્યો હતો. આગળ જઈ ફરી મને પકડવામાં આવી તો હું એક કાર્યકર્તાના ટૂ-વ્હીલર પર નિકળી હતી. બાદમાં પોલીસે પ્રિયંકા ગાંધીની ગાડીને રોકી લીધી હતી. ત્યારબાદ તેઓ ચાલીને દારાપુરીને ઘરે પહોંચ્યા હતા. સ્કૂટી પર સવાર પ્રિયંકા ગાંધી અને ગાડી ચલાવી રહેલા કૉંગ્રેસ નેતાએ હેલ્મેટ નહોતી પહેરી. જેને લઈને પોલીસે દંડ ફટકાર્યો છે.
પ્રિયંકા ગાંધીએ હેલ્મેટ ન પહેરવા પર સોશિયલ મીડિયા પર સવાલ ઉઠી રહ્યાં હતા. ત્યારબાદ લખનઉ ટ્રાફિક પોલીસે તે સ્કૂટીનો 6100 રૂપિયાનો મેમો ફાડ્યો છે. આ મેમો હેલ્મેટ ન પહેરવાનો લઈને ફાડવામાં આવ્યો છે.
Continues below advertisement
Sponsored Links by Taboola