મુંબઈ: ઉત્તરપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ બાદ હવે મહારાષ્ટ્રે લોકોને મફત કોરોના વેક્સીન આપવાની જાહેરાત કરી છે. 18 વર્ષથી 45 વર્ષ સુધીના તમામ લોકોને મફત રસી આપવામાં આવશે. આ જાહેરાત મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે કરી છે. 1 મેખી દેશભરમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી આપવાનું અભિયાન શરુ થઈ રહ્યું છે, જેને લઈને 28 એપ્રિલથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે. 


મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે કહ્યું, રાજ્ય સરકાર પોતાના તમામ નાગરિકોને મફત રસીકરણ કરશે. ગત કેબિનેટ બેઠકમાં એકમતે નિર્ણય લેવાયો હતો કે મહારાષ્ટ્રના તમામ નાગરિકોન જેની ઉંમર 18થી 45 વર્ષ છે તેમને રસીકરણ સરકાર પોતાના પૈસાથી કરાવશે.



દેશમાં અત્યાર સુધીમાં વેક્સીનના સૌથી વધારે ડોઝ મહારાષ્ટ્રમાં આપવામાં આવ્યા છે. 16 જાન્યુઆરીથી શરૂ થયેલા દેશવ્યાપી રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં 1.42 કરોડ લોકોએ વેક્સીનના ડોઝ લીધા છે. જેમાં 1.23 કરોડ લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. જ્યારે દેશમાં કુલ 14 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને રસી આપવાના નિર્ણય બાદ ઘણા રાજ્યોએ મફત વેક્સીન આપવાની જાહેરાત કરી છે. ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, મધ્યપ્રદેશ જેવા ઘણા રાજ્યોના લોકોએ વેક્સીનેશન માટે કોઈ ચાર્જ નહી આપવો પડે.


જણાવી દઇએ કે, કેટલાક દિવસોથી મહારાષ્ટ્રમાં દરરોજ 60 હજારથી વધુ કોરોનાનાં કેસ નોંધાઇ રહ્યા છે. જો કે રાજ્ય સરકારે 1 મે સુધી કોરોનાની રોકથામ માટે લોકડાઉન જેવા તમામ નિયંત્રણો લાગુ કર્યા છે, પરંતુ નવા ચેપગ્રસ્તોની સંખ્યામાં કોઈ મોટો ઘટાડો જોવા મળ્યો નથી. સમગ્ર દેશમાં હાલ મહારાષ્ટ્ર કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. મહારાષ્ટ્ર દરરોજ કોરોના વાયરસના રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે. 


દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


 


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,49,691 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2767 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 2,17,113 લોકો ઠીક પણ થયા છે. 


 


કુલ કેસ-  એક કરોડ 69 લાખ 60 હજાર 172


 


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 40 લાખ 85 હજાર 110


 


કુલ એક્ટિવ કેસ - 26 લાખ 82 હજાર 751


 


કુલ મોત - 1 લાખ 92 હજાર 311