વેટિકન સિટી: દિલ્લીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલે ઔપચારિક રૂપથી જાહેરાત કરી દીધી છે કે હવે પંજાબ ચૂંટણીની કમાન મારા હાથમાં લઈ રહ્યા છે. ઈટલીમાં મદર ટેરેસાને સંતની ઉપાધિ આપવાના કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા કેજરીવાલે પંજાબી સમુદાયની સાથે મુલાકાત કરતા પંજાબના યુવાઓને સંદેશ આપ્યો હતો કે, હું 8 તારીખે પંજાબ આવી રહ્યું છું, 11 તારીખ સુધી ત્યાં રહીશ, અને ત્યારપછી 13 તારીખથી 10 દિવસ માટે ઓપરેશન માટે જવાનું છે. અને ત્યારપછી હું પાછો પંજાબ આવીશ. આ વખતે પંજાબ ચૂંટણીની કમાન હું સીધી મારા હાથમાં લઈ રહ્યો છું. તમારે હવે ડરવાની કોઈ જરૂર નથી.

હાલમાં પંજાબમાં પાર્ટીના સંયોજક સુચ્ચા સિંહ છોટેપુરને પદથી હટાવ્યા પછી ટિકિટ વહેંચણીથી નારાજ થતાં પાર્ટીની અંદર બરોબર ચાલી રહ્યું નથી. દરરોજ પાર્ટીમાં ઝઘડા અને કાવતરાના અહેવાલો મળી રહ્યા છે. જેથી કેજરીવાલે સંદેશ આપતાં કહ્યું, જે ખોટા લોકો છે તેમને પાર્ટીમાંથી બહાર કરીશું અને જે સારા લોકો છે તે ભલે નારાજ છે. પરંતુ તેમના સાથે હું પોતે વાત કરીશ અને તેમને મનાવીશ.