શ્રીનગરઃ ગૃહમંત્રી રાજનાથ સિહંની આગેવાનીમાં 30 સાંસદોની ઓલ પાર્ટી ડેલિગેશન ટીમ શ્રીનગર પહોંચીની બેઠક શરૂ કરી દીધી છે. બે દિવસના પ્રવાસમાં સાંસદ અલગ અલગ સમુદાયોના લોકોની સાથે વાતચીત કરશે. આ વાતચીતનો ઉદ્દેશ કાશ્મીરમાં જે સ્થિતિ કથળી ગઈ છે તે તેને કોઈ રીતે સામાન્ય બનાવી. ખીણમાં વિતેલા બે મહિનાથી કર્ફ્યૂ છે. જ્યારે જમ્મુ કાશ્મીરના શોપિયાંમાં ભીડે મિની સવિચાલયમાં આગ લગાવી દીધી છે. પોલિસની કાર્યવાહીમાં 100 ઘાયલ થયા છે અને જેમાંથી પાંચની સ્થિતિ ગંભીર છે.
કોણ કોણ છે રાજનાથની ટીમમાં
આ ડેલિગેશનમાં 20 પક્ષથી વધારે પક્ષના સાંસદો છે. જેમાં નાણાં પ્રધાન અરૂણ જેટલી, રામ વિલાસ પાસવાન, કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ, માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના નેતા સીતારામ યેચુરી અને એઆઈએમઆઈએમના સાંસદ અસદુદ્દીન ઓવૈસી પણ સામેલ છે. આ તમામ નેતા કાશ્મીરમાં રાજનીતિક દળના પ્રતિનિઘિઓ સાથેવાતચીત અને શાંતિ સ્થપાય તેના માટે કોઈ ઉકેલ શોધશે.