નવી દિલ્લી: કાશ્મીરમાં આતંકવાદને આશરો આપીને ત્યાંની સ્થિતિને અશાંત રાખનાર મોસ્ટ વૉંટેડ આતંકવાદી અને હિઝબુલ મુઝાહિદ્દીન ચીફ સૈયદ સલાઉદ્દીને કાશ્મીર મુદ્દાને કોઈ પણ શાંતિપૂર્ણ રાજનૈતિક સમાધાન કાઢવાની કોશિશમાં વિધ્ન નાખવાના શપથ લીધા છે. તેને વધુમાં કહ્યું કે તે કાશ્મીરીઓને આત્મઘાતી હુમલાવર બનાવવા માટે ટ્રેનિંગ આપશે, જે ઘાટીના ‘ભારતીય સૈનિકોની કબર’ બનાવવામાં મદદરૂપ થશે. તેને આ લડાઈને કશ્મીરથી બહાર લઈ જવાની વાત કરી છે.
સલાઉદ્દીનનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે ગૃહ મંત્રી રાજનાથ સિંહના નેતૃત્વમાં દેશની મોટી રાજનૈતિક પાર્ટીઓના સભ્યોનું પ્રતિનિધિમંડળ ઘાટીમાં વ્યાપી રહેલા તણાવને દૂર કરવા માટે બેઠક મળી હતી. સૈયદ સલાઉદ્દીને કાશ્મીર મુદ્દા પર કોઈ પણ રીતના શાંતિપૂર્ણ વાતચીતને નકારતા કહ્યું કે માત્ર આતંકવાદ જ કાશ્મીર વિવાદનું સમાધાન છે. સૈયદ સલાઉદ્દીને શનિવારે એક અંગ્રેજી અખબારને આપેલા ઈંટરવ્યૂમાં જણાવ્યું કે કાશ્મીરમાં ઉદ્દેશ્યપૂર્ણ સશસ્ત્ર સંઘર્ષ કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.
સૈયદ સલાઉદ્દીને કહ્યું કે હિઝબુલ કમાંડર બુરહાન વાનીને ઠાર મરાયા પછી કાશ્મીરમાં આંદોલન પોતાના મહત્વપૂર્ણ ચરણમાં પહોંચી ગયું છે. તેને કહ્યું, “આ કુર્બાનીઓ વ્યર્થ નહી જાય. તે અલગાવવાદીઓ અને કાશ્મીરની આઝાદીની લડાઈ લડનારાઓની સાથે રહીને તેમના આંદોલનને વેગ આપીશું. સલાઉદ્દીને વધુમાં કહ્યું હતું કે, જ્યાં સુધી ભારત કાશ્મીરને એક વિવાદિત જગ્યા નહીં માને ત્યાં સુધી કોઈ વાતચીત નહીં થાય. સલાઉદ્દીને ચેતવણી પણ આપી છે કે હિઝબુલ મુઝાહિદીન કાશ્મીરના ‘સંઘર્ષ’ને બહાર સુધી લઈને જશે.
hizbul-chief-syed-salahuddin-vowed-to-turn-kashmir-in-to-graveyard-of-indian-soldiers