નવી દિલ્હીઃ મોબાઈલ ફોન નંબરની જેમ જ હવે તમે તમારા કારનો રજિસ્ટ્રેશન નંબર પણ પોર્ટ કરાવી શકો છો. દિલ્હી, ચંડીગઢ અને મહારાષ્ટ્રની જેમ જ યૂપીના ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટે પણ રજિસ્ટ્રેશન નંબર પોર્ટ કરવાને મંજૂરી આપી દીધી છે. આ નિયમ અનુસાર હવે તમે તમારી જૂની કારનો રજિસ્ટ્રેશન નંબર બીજી કાર માટે પોર્ટ કરાવી શકો છો.




હિન્દુસ્તાન ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર, આ સિસ્ટમ મોબાઇલ નંબર પોર્ટેબિલિટીની જેમ જ કામ કરશે. એટલે કે, જો તમે તમારી કાર વેચી દીધી છે, તો તમે નવી કાર માટે તમારા જૂના કારના નંબરનો ઉપયોગ કરી શકશો. વિભાગ સંપૂર્ણ પ્રયાસમાં છે કે આ નિયમ વહેલી તકે અમલમાં મૂકવામાં આવે.

એકવાર આ નિયમ સત્તાવાર રીતે લાગુ થઈ જાય, પછી કોઈ પણ વ્યક્તિ તેમના નવા વાહનને જૂના નંબર પર નોંધણી કરાવી શકે છે જે પહેલેથી જ તેમના નામ પર હશે. જો તે વ્યક્તિએ જૂના વાહન કોઈ બીજાને વેચી દીધુ હોય સૌથી અગત્યનું એ છે કે વાહન નોંધણી નંબર પોર્ટેબિલિટી તમામ પ્રકારનાં વાહનો માટે ઉપલબ્ધ રહેશે અને તે એક સીરીઝથી બીજી શ્રીણીમાં સ્થાનાંતરિત કરી શકાય છે.



એટલું જ નહીં તમારા સ્કૂટર અથવા મોટરસાયકલના નંબરને પણ તમારા કારના નંબર બનાવી શકો છો. જો કે, આ પોર્ટેબિલિટી પર ખર્ચવામાં આવેલી રકમ વિશે સરકાર દ્વારા કોઈ માહિતી આપવામાં આવી નથી.