દેશમાં Aadhaar Card સૌથી મહત્ત્વનો દસ્તાવેજ બની ગયો છે. તેના વગર સરકારી અને બિનસરકારી કામ અટકી જાય છે. એવામાં જો આધાર કાર્ડમાં વિગતો ખોટી જાય તો ઘણાં કામ અટકી શકે છે. આધાર કાર્ડમાં ભૂલ હોવા પર પહેલા આધાર સેન્ટરના ધક્કા ખાવા પડતા હતા. ત્યાં લાંબી લાંબી લાઈનને કારણે ઘણી વખત સુધારો થઈ શકતો ન હતો. પરંતુ હવે તમને તેમાંથી છૂટકારો મળી શકે છે. UIDAIએ પહેલા આધાર કાર્ડમાં સેલ્ફ અપડેટ સેવા બંધ કરી દીધી હતી પરંતુ હવે તેને ફરીથી શરૂ કરવામાં આવી છે.


આધારની સેલ્ફ અપડેટ સર્વિસ અંતર્ગત એપ્લીકન્ટ નામ ઉપરાંત એડ્રેસ, ડેટ ઓફ બર્થ, જેન્ડર વગેરે પણ અપડેટ કરી શકે છે. આ બધુ તમે તમારા ઘેર બેઠા બેઠા જ કરી શકો છો. શરત એટલી જ છે કે આધારમાં તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોવો જોઈએ. અપડેશન માટે અમે તમને પૂરી પ્રક્રિયા જણાવી રહ્યા છીએ. આવો જીણી કેવી રીતે ઘેર બેઠા આધારમાં બધુ અપડેટ કરી શકાય છે.

આ રીતે Aadhaar Cardમાં અપડે કરો

- આધાર કાર્ડમાં અપડેશન માટે સૌથી પહેલા તેની સત્તાવાર વેબસાઈટ uidai.gov.in જાવ.
- અહીં તમારે MY Aadhaarના નામના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ Update Your Aadhaar માં જઈને Update your Demographics Data Online કોલમ પર ક્લિક કરો.
- જેવા જ તમે અહીં ક્લિક કરશો કે તમે UIDAIની સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલની સત્તાવાર વેબસાઈટ ssup.uidai.gov.in પર રીડાયરેક્ટર થઈ જશો.
- આટલું કર્યા બાદ તમારે તમારો 12 ડિજિટનો આધાર નંબર નાખીને લોગ ઇન કરવાનું રહેશે.
- અહીં આપવામાં આવેલ કેપ્ચા કોડ એન્ટર કરીને Send OTP પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ તમારો રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
- OTP નાંખ્યા બાદ હવે તમારી સામે એક નવું પેજ ખુલી જશે. અહીં તમારે તમારું સરનામું, ડેટ ઓફ બર્થ, નામ અને ડેન્જર સહિત અનેક પર્સનલ વિગતો ભરવાની રહેશે.
- આટલું કર્યા બાદ હવે એ સેક્શનને સિલેક્ટ કરો જેમાં તમારે અપડેટ કરવાનું છે. જેમ કે તમારી ડેટ ઓફ બર્થ અપડેટ કરવાની છે તો અપડેટ DoB પર ક્લિક કરો.
- અહીં ખાસ વાત એ છે કે જો જો તમે તમારી જન્મતારીખ અપડેટ કરો છો તો તમારી પાસે સાચી ડેટ ઓફ બર્થવાળું આઈડી પ્રૂફ હોવું જરૂરી છે.
- તમામ વિગતો ભર્યા બાદ તમારા રજિસ્ટર્ડ નંબર પર OTP આવશે. તેને ભરીને તમારે સેવ ચેન્જ પર ક્લિક કરવાનું રહેશે. હવે તમારી જન્મ તારીખ અપડેટ થઈ જશે.