સરકાર એ ઈચ્છે છે કે, પ્રાઈવેટ કંપનીઓ આવવાથી પાવર ઈફિશિયન્સ અને સપ્લાય વધશે. પ્રાઈવેટ કંપનીઓની જવાબદારી બિલ કલેક્શન અને પાવર કનેક્શન આપવાની રહેશે. આ સાથે જ પાવર સપ્લાયની પણ જવાબદારી તેમની હશે. આ કમિશનના આધાર પર નક્કી કરવામાં આવશે.
મતલબ સરકારી ડિસ્ટ્રીબ્યૂશન કંપની વિજળી ખરીદશે અને સાથે સાથે ટ્રાંસમિશનનો જે અધિકાર તે સરકારી કંપની પાસે જ રહેશે. પરંતુ, જે વિજળી સપ્લાયનો અધિકાર હોય તે પ્રાઈવેટ વિજળી કંપનીને આપવામાં આવશે. તેના બદલામાં સરકારી કંપનીને કમિશન મળશે. આ મોડલ અપનાવવામાં આવ્યું છે. આ સાથે જ તેના માટે ઈલેક્ટ્રીસિટી એક્ટમાં ફેરફારની પણ જરૂરત પડશે. કેમ કે, તેમાં ફ્રેન્ચાઈઝી મોડલને અપનાવવામાં આવી રહ્યું છે.
સરકારે તેની માટે કેટલીક શરતો પણ જોડી છે. જો કોઈ સરકારી ડિસ્ટ્રીબ્યૂશન કંપની આ મોડલને નથી અપનાવતી તો તેને REC અને PFC તરફથી લોન નહી મળે અને સાથે જ સરકારી મદદ છે, દિનદયાલ ઉપાધ્યાય યોજના અથવા આઈપીડીએસ હેઠળ છે, તે તરફથી પણ સરકારી મદદ નહી મળે, જે આ મોડલને નહીં અપનાવે.