ભોપાલઃ મધ્યપ્રદેશની કમલનાથ સરકારે એક મોટો નિર્ણય કરતા કહ્યું કે, તે રાજ્યમાં રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટરને લાગુ નહી કરે. સરકારે આ સંબંધમાં સોમવારે જાહેરાત કરતા કહ્યુ કે,એનપીઆરની નોટિફિકેશન જાહેર કર્યા બાદ જે રીતે દેશમાં શંકાની સ્થિતિ બની છે જેને જોતા એનપીઆર લાગુ નહી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ કેરલની સરકારે રાજ્યમાં એનપીઆર લાગુ કરવાનો ઇનકાર કરી દીધો હતો.


સોમવારે મીડિયા સાથે વાત કરતા મધ્યપ્રદેશ સરકારના મંત્રી પીસી શર્માએ કહ્યુ કે, એનપીઆરની નોટિફિકેશનને ડિસેમ્બર 2019માં જાહેર કરવામાં આવી હતી. નાગરિકતા સંશોધન કાયદા બાદ આવ્યો છે એવામાં આ નોટિફિકેશન સીએએ સાથે સંબંધમાં નથી. તે સિવાય મુખ્યમંત્રી કમલનાથ તરફથી આ સંબંધમાં એક સ્પષ્ટ નિર્દેશ આપતા કહેવામાં આવ્યું છે કે એનપીઆરને મધ્યપ્રદેશમાં લાગુ કરવામાં આવશે નહીં. આ અગાઉ મહારાષ્ટ્રમાં કોગ્રેસ પાર્ટીના સમર્થનથી બનેલી સરકારે એક મેથી એનપીઆરની પ્રક્રિયા શરૂ કરવાની વાત કરી છે.