નવી દિલ્હીઃ રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર (એનઆરસી) લિસ્ટ આવ્યા અગાઉ આસામમા લોકોમાં તણાવ ફેલાયો છે. એનઆરસી લિસ્ટમાં નામ નહી આવવાની આશંકાને પગલે લોકોને પોતાના ભવિષ્યની ચિંતા સતાવી રહી છે. નોંધનીય છે કે 31 ઓગસ્ટથી સવારે 10 વાગ્યે એનઆરસીની ફાઇનલ લિસ્ટ જાહેરાત કરવામાં આવશે. આ લિસ્ટથી 41 લાખ લોકો બહાર કરવામાં આવી શકે છે. હાલમાં આ લોકોનું ભવિષ્ય અધ્ધરતાલ છે.


એનઆરસીને લઇને ચિંતિત 55 વર્ષીય અંજલી દાસ છેલ્લા ત્રણ દિવસથી ઠીક રીતે જમ્યા પણ નથી. અંજલી દાસનું કહેવું છે કે અગાઉની બે લિસ્ટમાં તેમનું કે તેમના પરિવારના સભ્યોનું નામ નહોતુ પરંતુ ફાઇનલ લિસ્ટથી તેના પરિવારના સભ્યોનું નામ હટાવી લીધું છે.

અંજલીનું કહેવું છે કે અમારી પાસે તમામ દસ્તાવેજ છે અને અગાઉની બે લિસ્ટમાં અમારુ નામ નહોતું પરંતુ હવે અંતિમ લિસ્ટથી અમારા પરિવારના સભ્યોનું નામ અચાનક હટાવી લેવામાં આવ્યું છે. અમને વિદેશી કહેવામાં આવી રહ્યા છે. એ કેવી રીતે સંભવ હોઇ શકે છે. અમારી પાસે ભારતીય હોવાની વાત સાબિત કરવા માટે તમામ દસ્તાવેજ છે. મારા પિતાનું નામ અને એડ્રેસ અહીનું છે.