નવી દિલ્હીઃ વડાપ્રધાનના પૂર્વ પ્રધાન સચિવ નૃપેન્દ્ર મિશ્રાને નેહરુ મેમોરિયલ મ્યૂઝિયમ એન્ડ લાઇબ્રેરીની કાર્યકારી પરિષદના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. છેલા છ મહિનાથી સતત વિવિધ પદ પર નિમણૂક થઇ રહી છે. સરકારે કોગ્રેસના મલ્લિકાર્જૂન ખડગે, જયરામ રમેશ અને કર્ણ સિંહના પરિષદના સભ્યપદેથી હટાવતા ગયા વર્ષે નવેમ્બરમાં એનએમએમએલ સોસાયટીનું પુનઃગઠન કર્યું હતું. જેમાં ટીવી પત્રકાર રજન શર્મા અને પ્રસૂન જોશી સહિત અન્યને સામેલ કરવામાં આવ્યા હતા.
સંસ્કૃતિ મંત્રાલયના સૂત્રોએ પુષ્ટી કરી હતી કે 74 વર્ષીય મિશ્રાની 14 જાન્યુઆરીના રોજ એક આદેશ જાહેર કરી નિમણૂક કરવામાં આવી હતી. ઓગસ્ટ 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રધાન સચિવના પદ પરથી નિવૃત થયા હતા.
ઉપરાંત પ્રસાર ભારતી બોર્ડના અધ્યક્ષ એ.સૂર્યપ્રકાશ પરિષદના ઉપાધ્યક્ષ રહેશે. મિશ્રાની નિમણૂકની સાથે એનએમએમએલ સોસાયટી અને એનએમએમએલ કાર્યકારી પરિષદના પુનગઠનની પ્રક્રિયા પુરી થઇ ગઇ છે.