શ્રીનગર: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ ઘાટીમાં સુરક્ષા સ્થિતિના નિરિક્ષણ માટે શહેર અને દક્ષિણ કાશ્મીરના વિસ્તારનું સોમવારે હવાઈ સર્વે કર્યો હતો. જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યોનો દરજ્જો આપનાર કલમ 370 હટાવ્યા બાદ ઘાટીમાં આજે ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ પ્રમુખ દિલબાગ સિંહ અને સૈન્ય કમાંડરોએ પણ કાશ્મીર ઘાટીમા અલગ-અલગ વિસ્તારમાં હવાઈ સર્વે કર્યું હતું.


જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ઘાટીમાં તણાવ વચ્ચે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ ફરી જમ્મુ-કાશ્મીરના માર્ગો પર સુરક્ષાની સમીક્ષા કરી હતી. અજિત ડોભાલે શ્રીનગર શહેર, પુલવામા, અવન્તીપુરા, પામ્પોર, બડગામમાં સ્થિતીની સમીક્ષા કરી હતી. આ પહેલા પણ તેમણે જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાની સમીક્ષા કરવા માર્ગ પર નિકળ્યા હતા અને સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી.

જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સતત જમ્મુ કાશ્મીર પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે.