મુંબઈ: પૂર્વ વિદેશ સચિવ શિવશંકર મેનને કહ્યું કે પાકિસ્તાનના પરમાણુ બોંબના ઉપયોગ કરવાનો ખતરો વધી ગયો છે. એક ટેલીવિઝન કાર્યક્રમમાં આપેલા ઈન્ટરવ્યૂમાં મેનને કહ્યું પાકિસ્તાન દ્વારા વિકસીત કરવામાં આવેલા નાના પરમાણું હથિયારોના ઉપયોગની જવાબદારી યુદ્ધક્ષેત્રમાં નીચેના ક્રમના અધિકારીઓને સોંપવામાં આવશે, જે સેનામાં યુવા અદિકારીઓ હશે અને ધાર્મિક રીતે પ્રભાવિક હશે.
રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેલા મેનને કહ્યું જેના મતલબ છે કે ભારતની વિરૂધ્ધમાં આવા નાના પરમાણુ હથિયારોના ઉપયોગનો ખતરો વધશે. તેમણે કહ્યું આવી પરિસ્થિતિમાં પરમાણું યુદ્ધની આશંકાઓ વધશે. કારણ કે ભારત તેનો જવાબ વ્યાપક પરમાણુ હથિયારોથી આપશે. તેમણે કહ્યું પરમાણું હથિયારોનો પ્રથમ ઉપયોગની નીતિ, જેનો ઉલ્લેખ રક્ષા મંત્રી મનોહર પર્રિકરે કર્યો છે, તે ભારતના હિતમાં નહી હોય.
મેનને કહ્યું ભારતના પરમાણું હથિયારો પાકિસ્તાની આતંકવાદીઓને મનાઈ કરવા માટે નથી. તેમણે કહ્યું પાકિસ્તાનના આતંકવાદી હુમલાનો જવાબ પરમાણું હથિયારોથી આપવાની ધમકી મચ્છરને મારવા માટે બંદૂકનો ઉપયોગ કરવા જેવી હશે, જે ભારતના લોકોની સમજથી દૂર છે. પૂર્વ વિદેશ સચિવે કહ્યું ભારતની પાકિસ્તાન નીતિ હંમેશા વાસ્તવિક સંદર્ભમાં નથી જોવામાં આવી.