કેરળ હાઈકોર્ટમાં યૌન ઉત્પીડનના એક મામલાને લઈને મોટી ટિપ્પણી કરવામાં આવી છે. કેરળ હાઈકોર્ટે એક કેસની સુનાવણી કરતા કહ્યું હતું કે પોક્સો એક્ટ હેઠળ સગીર સામે તેના કપડાં ઉતારીને જાતીય સંબંધો બાંધવા એ યૌન ઉત્પીડન સમાન છે. કેરળ હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ સજાપાત્ર ગુનો છે.






POCSO એક્ટની કલમ લગાવવામાં આવશે


કેરળ હાઈકોર્ટના જસ્ટિસ બદરુદ્દીને કેસની સુનાવણી કરી હતી. તેમણે કહ્યું હતું કે શરીરના કોઈપણ અંગને એ ઇરાદા સાથે બતાવવું કે બાળકો તેને જોઇ લે તો તેને જાતીય સતામણી સમાન માનવામાં આવશે. ન્યાયાધીશે સ્પષ્ટપણે કહ્યું કે આને POCSO એક્ટની કલમ 11 હેઠળ જાતીય સતામણી અને કલમ 12 હેઠળ સજાપાત્ર અપરાધ સમાન ગણવામાં આવશે.


અરજદાર અને પીડિત બાળકની માતાએ શારીરિક સંબંધો બાંધ્યા હતા અને બાળકે તેને જોયા હતા. કોર્ટે કહ્યું હતું કે અરજીકર્તા અને પીડિતની માતા દરવાજો બંધ કર્યા વિના શારીરિક સંબંધો બાંધતા હતા એવામાં સગીર અંદર પહોંચી ગયો અને બંન્નેને આપત્તિજનક સ્થિતિમાં જોઇ લીધા હતા. કોર્ટે કહ્યું હતું કે અરજદાર વિરુદ્ધ આઇપીસીની કલમ 34ની સાથે કલમ 323 અને પોક્સો એક્ટની કલમ 12ની સાથે કલમ 11 (આઈ) હેઠળ કાર્યવાહી થઈ શકે છે.


કોર્ટે સ્પષ્ટ કહ્યું કે બંને શારીરિક સંબંધો બાંધવામાં વ્યસ્ત હતા અને તેમણે બાળકને રૂમમાં આવવા દીધો જેથી તે બધું જોઈ શકે. આવી સ્થિતિમાં અરજદાર સામે પ્રથમ દૃષ્ટિએ આરોપ બને છે


લિવ-ઈન રિલેશનશિપને લઈને કેરળ હાઈકોર્ટની મોટી ટિપ્પણી


નોંધનીય છે કે જૂલાઇ મહિનામાં કેરળ હાઈકોર્ટે લિવ-ઈન રિલેશનશિપને લઈને મોટી ટિપ્પણી કરી હતી. એક કેસની સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું હતું કે જો કોઈ મહિલા કોઈ પુરુષ સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહે છે તો ભારતીય દંડ સંહિતાની કલમ 498A હેઠળ પુરુષ વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે નહીં. કોર્ટે કહ્યું કે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતા કપલ લગ્ન નથી કરતા. આવી સ્થિતિમાં પુરુષને પતિનો દરજ્જો આપી શકાય નહીં.


'તારા ઘરે આવીશું અને તારી દીકરી સાથે...' 11મા ધોરણની વિદ્યાર્થિની સાથે છેડતીનો વિરોધ કરતા પિતાની હત્યા, આરોપી ઝડપાયા