કેરળના મુખ્યમંત્રી પિનરઈ વિજયને કહ્યું કે આજે રાજ્યમાં 9 નવા કેસ નોંધાયા છે. તેની સાથે પોઝિટિવ દર્દીઓની સંખ્યા 118 થઈ ગઈ છે. જ્યારે દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં નવા પાંચ કેસ નોંધાતા સંખ્યા વધીને 35 થઈ ગઈ છે.
પીએમ મોદીએ મગંળવારે રાત્રે આઠ કલાકે દેશના કોરોના વાયરસને લઈને દેશને સંબોધન કર્યું હતું. એક સપ્તાહમાં પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીનું આ બીજી વખત સંબોધન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ દેશને સંબોધન કરતા સમગ્ર દેશમાં લોકડાઉનની જાહેરાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું આ જનતા કર્ફ્યૂ કરતા થોડુ આગળ છે. કોરોના વાયરસ સામે લડવા માટે આ પગલુ જરૂરી છે. આ લોકડાઉનની આર્થિક કિંમત દેશે ઉઠાવવી પડશે. કોરના
વાયરસની સાઈકલ તોડવા માટે 21 દિવસનો સમય ખૂબ જ જરૂર છે. જો 21 દિવસ નહી સંભાળવામાં આવે તો દેશ 21 વર્ષ પાછળ જતો રહેશે. આ વાત હુ એક પ્રધાનમંત્રી તરીકે નહી પરંતુ તમારા પરિવારના સદસ્ય તરીકે કહી રહ્યો છું. ઘરમાં રહો ઘરમાં રહો એક જ કામ કરો તમારા ઘરમાં રહો.
છેલ્લા 40 કલાકમાં નથી આવ્યો એક પણ કેસઃ કેજરીવાલ
મંગળવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સમાં જાણકારી આપી હતી કે છેલ્લા 40 કલાકથી દિલ્હીમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ આવ્યો નથી. જોકે રાત થતાં એક વ્યક્તિનું મોત થયાના સમાચાર આવ્યા હતા. સીએમ કેજરીવાલ અનુસાર દિલ્હીમાં 30 દર્દીમાં કેટલાક સારવાર બાદ પોતાના ઘરે ચાલ્યા ગયા છે જ્યારે 23 દર્દી હજુ પણ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવાની જાણકારી તેમણે આપી.
હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 15 હજાર કરોડની જાહેરાત
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં સોશિલ ડિસ્ટન્સિંગ પર ફરી એક વખત ભાર મુક્યો. સાથે જ તેમણે કહ્યું કે, કોરોના દર્દીની સારવાર માટે દેશના હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધારે મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે 15 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
પીએમ મોદીએ કોરોના સામે લડવા માટે થઈ રહેલ તૈયારીઓને લઈને કહ્યું હતું કે, કોરોના સાથે જોડાયેલ ટેસ્ટિંગ ફેસિલિટીઝ, પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વીપમેન્ટ્સ, આઈસોલેશન બેડ, આઈસીયૂ બેડ, વેન્ટિલેટર્સ અને અન્ય જરૂરી સાધનોની સંખ્યા ઝડપથી વધારવામાં આવશે.