મુંબઇઃ મુંબઇમાં કોરોના પૉઝિટીવ દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. શહેરના ઓબેરૉય સ્પ્રિન્ગ કૉમ્પલેક્ષને કોરોના વાયરસના કારણે સીલ કરી દેવામાં આવ્યુ છે, આ ફેમસ બિલ્ડિંગમાં એક વિંગમાં કોરોના વાયરસનો કેસ સામે આવ્યો હતો, બાદમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આમાં કેટલાય ફિલ્મ સ્ટાર્સ રહી રહ્યાં છે.


ઓબેરૉય સ્પ્રિન્ગ કૉમ્પલેક્ષમાં કેટલાક બૉલીવુડ અને તેલુગુ સ્ટાર્સ રહી રહ્યાં છે, આ બિલ્ડિંગના ત્રણ વિંગમાં 17 બૉલીવુડ સાથે જોડાયેલા કલાકાર રહે છે, જેમાં અભિનેતા વિક્કી કૌશલ, ચિત્રાગંદા સિંહ, ચાહત ખન્ના, અહમદ ખાન, સપના મુખર્જી, રાજકુમાર રાવ, પત્રલેખા, રાહુલ દેવ, મુગ્ધા ગોડસે, કૃષ્ણા અભિષેક કાશ્મીરા શાહ, નીલ નીતિન મુકેશ, આનંદ એલ રાય, અર્જૂન બાજવા, વિપુલ શાહ અને પ્રભુદેવા સહિતના સ્ટાર્સ સામેલ છે.

એબીપી ન્યૂઝના રિપોર્ટ પ્રમાણે, ઓબેરૉય સ્પ્રિન્ગ કૉમ્પલેક્ષમાં 11 વર્ષની એક છોકરીને કોરોના પૉઝિટીવ આવ્યો છે, જેના કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ બિલ્ડિંગને સીલ કરી દેવામાં આવી છે.

સ્ટાર્સે આ અંગે સ્પૉટબૉય સાથે વાત કરતા કહ્યું કે, આ પરિસ્થિતિ ખુબ તણાવપૂર્ણ છે, કૉમ્પલેક્ષના નિયમો ખુબ કડક થઇ ગયા છે, આનુ પાલન લૉકડાઉન દરમિયાન કરવુ પડશે. એક ઇમારતની વિંગને સીલ કરી દેવામાં આવી છે, અમે લૉકડાઉનના આદેશોને પુરેપુરા પાલન કરી રહ્યાં છીએ.