ભુવનેશ્વર: ઓડિશા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના બે દિગ્ગજ નેતા દિલીપ રાય અને વિજય મહાપાત્રએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. પોતાનું રાજીનામું ભાજપ અધ્યક્ષ અમિત શાહને મોકલી દીધું છે. રાજ્યમાં વિધાનસભા પહેલા બે દિગ્ગજ નેતાના પાર્ટી છોડવાથી પાર્ટીમાં ખડબડાટ મચી ગયો છે.


પૂર્વ કેન્દ્રીય મંત્રી દિલીપ રાય અને વિજય મહાપાત્ર ઓડિશાના દિગ્ગજ નેતા મનાય છે. દિલીપ રાય રાઉરકેલાથી ભાજપના ધારાસભ્ય હતા. પાર્ટી છોડ્યા બાદ તેણે વિધાનસભા અધ્યક્ષને પણ રાજીનામુ આપી દીધું છે. ઓડિશામાં લોકસભા અને વિધાનસભા ચૂંટણી એક સાથે થાય છે. એવામાં પાર્ટીને મોટું નુકસાન થઈ શકે છે.


છેલ્લા 15 વર્ષી અહીં નવીન પટનાયકની સરકાર છે. ભાજપ છોડનાર બન્ને નેતા પહેલા પટનાયક સાથે બીજૂ જનતા દળમાં હતા. રાય કેટલાક વર્ષ કૉંગ્રેસમાં પણ રહ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે બન્ને નેતા કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનથી નારાજ થઈને પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.


અમિત શાહને આપેલા રાજીનામામાં દિલીપે લખ્યું કે કેટલાક લોકો તેને નીચા દેખાડવામાં લાગ્યા છે. તેનો આરોપ છે કે તેમનું સતત અપમાન કરવામાં આવી રહ્યું હતું. રાઉરકેલામાં એક સુપર સ્પેશિયાલીટી હોસ્પિટલ શરૂ કરવાનું વચન આપ્યું હતું, તે પણ પૂર્ણ કર્યું નથી.એક સમય હતો ત્યારે વિજય


મહાપાત્રની ગણના ઓડિસાના ટોપ-5 નેતાઓમાં થતી હતી. બીજૂ જનતા દળના શરૂઆતી દિવસોમાં તે નવીન પટનાયકના પણ તાકતવર નેતા ગણાતા હતા. તે પટનાયકની સરકારમાં કેબનિટ મંત્રી પણ રહી ચુક્યા હતા.