જૈશના વડા મસૂદની ધમકી- રામ મંદિર બનશે તો દિલ્હીથી કાબૂલ સુધી તબાહી મચાવી દઇશું
abpasmita.in | 30 Nov 2018 01:05 PM (IST)
નવી દિલ્હીઃ આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરે બાબરી મસ્જિદને લઇને 9 મિનિટનો એક ઓડિયો જાહેર કર્યો છે. આ ઓડિયોમાં અઝહર ધમકી આપી રહ્યો છે કે જો ભારત બાબરી મસ્જિદના સ્થળ પર રામ મંદિર બનાવશે તો દિલ્હીથી કાબૂલ સુધી મુસલમાન યુવકો બદલો લેવા માટે તૈયાર છે. તેણે કહ્યું કે, અમે પુરી રીતે તબાહી મચાવવા માટે તૈયાર છે. મસૂદે દાવો કર્યો હતો કે કાબૂલ અને જલાલાબાદમાં ભારતીય સંસ્થાઓને નિશાન બનાવવામાં આવી હતી. અઝહરે ઓડિયોમાં કહ્યું કે, અમારી બાબરીને તોડીને ત્યાં અસ્થાયી મંદિર બનાવવામાં આવ્યું છે. ત્યાં હિંદુ લોકો ત્રિશૂળ સાથે એકઠા થઇ રહ્યા છે. મુસલમાન લોકોને ડરાવવામાં આવી રહ્યા છે. એકવાર ફરી અમને બાબરી મસ્જિદ બોલાવી રહી છે. ઓડિયોમાં જૈશના વડાએ કહ્યું કે, અમે બાબરી મસ્જિદ પર નજર રાખી રહ્યા છીએ, તમે સરકારી ખર્ચ કરવાની તૈયારી રાખો છો તો અમે જીવ આપવા તૈયાર છીએ. એટલું જ નહી આ ઓડિયોમાં અઝહરે કરતારપુર કોરિડોર અંગે ટિપ્પણી કરી હતી. અમે પાકિસ્તાન સરકાર દ્ધારા ભારતના મંત્રીઓને બોલાવવા પર નારાજગી વ્યક્ત કરી હતી. આ ઓડિયોમાં મસૂદ અઝહરે વડાપ્રધાન મોદી વિરુદ્ધ ઝેર ઓક્યું હતું. તેણે કહ્યું કે, આ બધુ મોદી ચૂંટણી માટે કરી રહ્યા છે.