ભુવનેશ્વરઃ ઓડિશામાં 2000 રૂપિયાની નકલી નોટનો ઉપયોગ કરવાનો પ્રાયસ કરવાના મામલે એક યુવકની ધરપકડ કરવામાં આવી છે જ્યારે એક અન્ય મામલામાં 2000 રૂપિયાની નવી નોટની 4.8 લાખ રૂપિયાથી વધારેની રકમ જપ્ત કરવામાં આવી છે.
એક ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ઝારસુગુડાના મધુસુદન મેહરની એવા સમયે ધરપકડ કરવામાં આવી જ્યારે તે સુનારીમુંડામાં એક પેટ્રોલ પંપ પર નકલી નોચ ચલાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પેટ્રોલ પંપના કર્મચારીએ તેને પોલીસને સોંપી દીધો.
ઝારસુગુડાના એસડીપીઓ વિજય નંદાએ જણાવ્યું કે, તે નોટ 2000 રૂપિયાની અસલની નોટની કલર ફોટોકોપી હતી. ઝારસુગુડા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે.
ઉપરાંત બોલાનગરી જિલ્લામાં પોલીસે પ્રવાસી મજૂરોને કામ પર લાવનાર એક એજન્ટના ઘરમાંથી 12 લાખ રૂપિયાથી વધારેની રકમ જપ્ત કરવામાં આવી છે. તે એજન્ટ દદન સરદારના નામથી ઓળખાય છે અને તેની પાસે જપ્ત કરવામાં આવેલ રકમમાંથી 4.8 લાખ રૂપિયાથી વધારેની રકમની 2000 રૂપિયાની નોટ હતી.