Women's cricket team bus collide: એક મહિલા ક્રિકેટ ટીમ (Women's cricket team) બસની શુક્રવારે સવારે ટ્રક સાથે ટક્કર થઈ હતી. આ અકસ્માત વિશાખાપટનમ  (Visakhapatnam) ના જ્ઞાનપુર (Gnanapuram)માં થયો હતો આ અકસ્માતમાં 4 ખેલાડીઓ સહિત કોચ પણ ઈજાગ્રસ્ત થયા છે.  તમા ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. વિશાખાપટનમ પોલીસે જણાવ્યું કે સારવાર બાદ ઈજાગ્રસ્ત ખેલાડીઓને વડોદરા મોકલવામા આવ્યા છે. 





વિશાખાપટનમ પોલીસના જણાવ્યા અનુસાર, અકસ્માત બાદ તમામ ઘાયલોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.  સારવાર બાદ તમામ ખેલાડીઓ શુક્રવારે સાંજે વડોદરા જવા રવાના થયા હતા. નોંધનીય છે કે વિશાખાપટ્ટનમના જ્ઞાનપુરમમાં મહિલા ક્રિકેટ ટીમની બસ એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં  બસના આગળના ભાગનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો. 
વિશાખાપટ્ટનમના જ્ઞાનપુરમમાં અકસ્માત થયો હતો


જણાવી દઈએ કે વિશાખાપટ્ટનમના જ્ઞાનપુરમમાં શુક્રવારે સવારે આ ઘટના બની હતી. વિશાખાપટ્ટનમ પોલીસે જણાવ્યું કે આ અકસ્માત બાદ તમામ ઘાયલોને નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સાથે જ શુક્રવારે સાંજ સુધીની સારવાર બાદ તમામ ઇજાગ્રસ્તો ટીમ સાથે વડોદરા જવા રવાના થયા હતા. મહત્વપૂર્ણ છે કે આ અકસ્માતમાં ખેલાડી અને કોચ સહિત 4 લોકો ઘાયલ થયા છે.