દેશમાં લોકતાંત્રિક ઈતિહાસમાં 26 મેનું ખાસ મહત્વ છે. 2014માં શાનદાર ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદીએ આજના દિવસે દેશના પ્રધાનમંત્રીના શપથ લીધા હતા. 2019માં નરેન્દ્ર મોદી સતત બીજીવાર દેશના પ્રધાનમંત્રી પદ સભાંળ્યું હતું અને આ વખતે પણ 26 મેની તારીખનું પણ ખાસ મહત્વ રહ્યું હતું. જોકે 26 મે 2019ના રોજ રાષ્ટ્રપતિ ભવન તરફથી બહાર પાડવામાં આવેલા એક પ્રકાશનમાં આ જાણકારી આપવામાં આવી હતી કે, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ 30 મેના રોજ નરેન્દ્ર મોદીનો રાષ્ટ્રપતિ ભવનમાં પ્રધાનમંત્રી પદ અને ગોપનીયતાના શપથ લેવડાવશે.


1739માં આજના દિવસે જ મુગલ સમ્રાટ મોહમ્મદ શાહે ઈરાનના નાદિર શાહની સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યાં જેનાથી આ ભારતીય સામ્રાજ્યથી અલગ થઈ ગયા. એક સમય અફગાનિસ્તાન ભારતનો હિસ્સો હતો

1822મા નાર્વેમાં ગિરજાધરમાં આગ લાગવાથી 122 લોકોનાં મોત નિપજ્યાં હતાં
1926માં આજના દિવસે જ લેબનાનના સંવિધાન અપનાવ્યું હતું.
1957માં મુંબઈમાં જનતા વીમા પોલીસીની શરૂઆત થઈ હતી.
1969માં અપોલો 10ના અંતરિક્ષ યાત્રી આજના દિવસે પૃથ્વી પર પરત ફર્યા હતાં.
1973માં બહેરીનને પણ આજના દિવસે જ સંવિધાન અપનાવ્યું હતું.
1983માં જાપાનમાં આવેલા 7.7ની તીવ્રતાવાળા ભૂંકપથી 104 લોકોનાં મોત નિપજ્યાં હતાં.
1987માં શ્રીલંકાએ જાફનામાં તમિલ વિદ્રોહિઓની વિરૂદ્ધ અભિયાન શરૂ કર્યું હતું.
1991માં થાઈલેન્ડમાં બેંકોકની નજીક એક વિમાન દૂર્ઘટનામાં 223 લોકોનાં મોત નિપજ્યાં હતાં.
1999માં ઈસરોએ ભારત, જર્મની અને દક્ષિણ કોરિયાના ત્રણ ઉપગ્રહોને સફળતાપૂર્વક અંતરિક્ષનું કક્ષામાં સ્થાપિત કર્યું હતું.
1999માં સૌરવ ગાંગુલી અને રાહુલ દ્રવડિએ શ્રીલંકાની વિરૂદ્ધ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચમાં 318 રનની ભાગીદારીનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો હતો.
2000માં હિઝબુલ્લાએ આજના દિવસે તેમના યોદ્ધાઓ દક્ષિણ લેબનાન છોડીને જતાં રહ્યા હોવાની જાહેરાત કરી હતી.
2014માં નરેન્દ્ર મોદીએ ભારતના 15માં પ્રધાનમંત્રીના રૂપમાં શપથ લીધા હતા.