શ્રીનગર: ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કાંડી જંગલોમાં આતંકી અને સેના વચ્ચે ચાલી રહેલી અથડામણમાં સેનાનો એક કમાન્ડો શહીદ થઈ ગયો છે. જ્યારે એક જવાન ઘાયલ થઈ ગયો છે. સેનાએ જણાવ્યા પ્રમાણે પેરા કમાન્ડોનો જવાન મુકુલ મીનાને અથડામણ બાદ ગોળી વાગી હતી અને તેને મિલિટ્રી હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જ્યારે બીજા જવાનની હાલત સ્થિર બતાવવામાં આવી રહી છે.
સેનાની 44મી રાષ્ટ્રીય રાઈફલ્સે આતંકીઓના ગ્રુપ વિરુદ્ધ ગઈ કાલે મોડી સાંજે ઓપરેશન શરૂ કર્યું હતું. જાણકારી અનુસાર આતંકીઓ ત્યાંથી ભાગી ગયા હતા, તેના બાદ આજે ફરી ઓપરેશન શરૂ કર્યું હતું. તેના માટે સેનાએ પેરા કમાન્ડોની મદદ લીધી હતી.
કુપવાડાના એસએસપી અંબરકર શ્રીરામ દિનકરે જવાન શહીદ થયો હોવાની પુષ્ટી કરી હતી. તેમણે જણાવ્યું કે ઓપરેશન હજુ પણ ચાલુ છે.